Gujarat

જેતપુરના અમરનગર પાસે બાઈક ઉપરથી પડતા પતિની સામે પત્નીનું મોત

લગ્નમાં જતા અકસ્માત, માતાએ જીવ દઈ ત્રણ મહિનાના પુત્રને આપ્યું જીવતદાન
સંતાનો માટે જનેતા જીવ આપવામાં પણ અચકાતી નથી તેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જેતપુરના સરધારપુરથી તળાજાના નવા જુના રાજપરા ગામે ફઇના દીકરાના લગ્નમાં જતી પરિણીતા અમરનગર પાસે પતિના બાઈક પરથી ત્રણ માસના પુત્ર સાથે નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરના સરધારપુર ગામે રહેતી જાગૃતીબેન ભરતભાઈ મોરી નામની 27 વર્ષની પરિણીતા પોતાના પતિ ભરતભાઈ મોરી, પુત્ર સત્યમ (ઉ.વ.4) અને હિમાંશુ (ઉ.વ.3 માસ) બાઈક લઈ તળાજાના નવા જુના રાજપરા જઈ રહ્યા હતા ત્યારે અમરગઢ સુલ્તાનપુર રોડ પર પહોંચતા જાગૃતીબેન મોરી અકસ્માતે ત્રણ માસના પુત્ર હિમાંશુ સાથે બાઇક પરથી નીચે પટકાઈ હતી જાગૃતીબેનને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે વડીયા, જેતપુર, અને જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાગૃતીબેનના ફઈના દીકરાના લગ્ન હોવાથી જાગૃતીબેન પોતાના બે પુત્રો અને પતિ સાથે તળાજાના નવા જુના રાજપરા ગામે જઇ રહી હતી ત્યારે અકસ્માતે બાઈક પરથી પટકાતા ત્રણ માસના પુત્રને ઉની આંછ પણ નહીં આવવા દેતા તેણી ગંભીર રીતે ઘવાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે જેતપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *