જેતપુર તાલુકાના જેતલસર ગામ મા પાટીદાર આંદોલન દરમિયાન જે કેસો કરવામા આવ્યા હતા તે કેસો ખોટા હતા અને અમે નિર્દોષ છીએ જેથી કેસો થયા તે પાછા ખેચો તેવી માંગ પરિવારે કરી છે.
જેતપુર તાલુકા ના જેતલસર ગામે પાટીદાર આંદોલન વખતે જેતલસર ગામ મા અંદાજે છ પાટીદાર ઉપર કેસો થયા હતા જેમાં તેમની ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા હતા જેથી સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલનના કેસો પરત ખેસી રહ્યા છે ત્યારે આ જેતલસર ગામના છ લોકોએ સરકાર સમક્ષ કેસો પાછા ખેંચવાની માંગણી કરી હતી
પાટીદાર અનામત આંદોલનમાં જેલમાં ગયેલા વિનોદભાઈ રાદડિયા જણાવી રહ્યા છે પોતે જેતલસર ગામ મા પાન ની દુકાન ચલાવતા ત્યારે પોતાની દુકાને બેઠા હતા અને પોલીસ ત્યાંથી લઈ ગયા અને તેમની ઉપર ખોટા કેસો થયા તેમજ 50 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું પરતું સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવે અને કેસો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી.
પરિવારના સદસ્ય જયશ્રીબેન રાદડિયા ના જણાવ્યા મુજબ ઘરના મોભી 50 દિવસ સુધી જેલમાં રહ્યા જેથી તેમના પરીવાર ની દસા ખુબ જ ખરાબ થઈ ગઈ હતી ગુજરાન ચલાવવા માટે પરીવાર જનો ખરાબ પરિસ્થિતિ સર્જાઈ હતી વિનોદભાઈ ની પત્નીએ પોતાની આપવીતી જણાવેલ અને પત્ની તથા દિકરા એ પાટીદાર આંદોલન વખતે ના કેસો પાછા ખેંચાય તેવી માંગ કરાઈ હતી ત્યારે અન્ય એક જેતલસર ના રહેવાસી એવા ભરતભાઈ લાખાણી ની મુલાકાત દરમિયાન એણે પણ જણાવેલ કે પોતાના દુકાન પાસે બેઠા હતા પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ તેમને પણ ત્યા થી લઈ ગયેલ અને પાટીદાર આંદોલન ના ખોટા કેસ મા સંડોવાયેલ અને આ કેસ દાખલ થયા ના આટલા વર્ષો વિતી ગયા છતા કોઇ નિરાકરણ આવેલ નથી જેથી પાટીદાર આંદોલન દરમિયાન આ કેસો અત્યાર સુધી પાછા ખેંચાયા નથી અને કોર્ટ ના ધક્કા ખાવા પડે છે કેટલા મુખ્ય મંત્રી બદલી ગયા પાટીદાર સમાજે પણ અનેક વખત રજુઆત કરી પણ અત્યાર સુધી કોઈ પાટીદાર આંદોલન દરમિયાન ના કેસો માથી કોઈ છુટકારો મળ્યો નથી ત્યારે જેતલસર ગામ મા પાટીદાર આંદોલન દરમિયાન છ કેસો પાટીદારો પર થયા છે જેથી હવે સરકાર દ્વારા પાટીદાર અનામત આદોલન ઉપર ના કેસો પાછા ખેંચાય તેવી પ્રબળ માંગ ઉઠવા પામેલ છે
હરેશ ભાલીયા જેતપુર


