Gujarat

જેતપુરના પાંચપીપળામાં જુગાર રમતા પાંચ પતા પ્રેમીઓ ઝડપાયા

જેતપુરના પાંચ પીપળામાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.12750ની રોકડ સાથે જેતપુર તાલુકા પોલીસે પકડી કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તાલુકા પોલીસ નાઇટ પેટ્રોલીંગ પી.એસ.આઇ. એ. એન. ગાંગણા સ્‍ટાફના સુનીલભાઇ મકવાણા, ભૂપેન્‍દ્રભાઇ મોરી, જયસુખભાઇ ઓરીયા, વિપુલભાઇ મેટાળીયાને સાથે રાખી નીકળેલ તે દરમ્‍યાન પાંચપીપળા ગામે રાજુનાથાભાઇ મુળીયાની વાડી પાસે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરતા જુગાર રમતા રાજુનાથાભાઇ મુળીયા, રમેશ માવજીભાઇ મુળીયા, રાહુલ મગનભાઇ ચાવડા, મોહન વશરામભાઇ ધોળકીયા, વિનુ ડાયાભાઇ ભડેલીયાને રોકડા રૂા. ૧ર,૭પ૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *