Gujarat

જેતપુરમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમતા બે શખ્સ ઝડપાયા

રૂ.11,820નો મુદ્દામાલ કબજે લેતી પોલીસ
જેતપુર ના બોખલા દરવાજા વિસ્તારમાં શંકાસ્પદ જણાતા બે શખ્સોને પોલીસે તપાસતાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મળી આવ્યા હતા બન્નેને રૂા. 11, 820 રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી
બનાવ ની વિગત મુજબ જેતપુર સીટી પોલીસ ગઇકાલે સાંજે પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન બોખલા દરવાજા વિસ્તારમાંથી પસાર થતા બેશખ્સો જાહેરશંકાસ્પદ હાલતમાં ઉભા હોય સટ્ટો રમતા હોય તે બન્ને શખ્સો મોહીત શીરીષભાઈ દોશી ( રહે. પંચમીયા હોસ્પિટલ પાસે ) કલ્પેશભાઈ ભીમજીયાણી ( રહે. એસ. કુમાર સોસાયટી ) તે રોકડા 11, 820 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલહતી. ઉલ્લેખનીય છે કે આ બન્નેશખ્સો થોડા દિવસો પહેલા બાબા ફાર્મમાં દારુની રેડમાં પીધેલ હાલતમાં ઝડપાયા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *