Gujarat

જેતપુરમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે

વિશાળ બાઈક રેલી  સહિતના કાર્યક્રમો :તડામાર તૈયારીનો આખરી ઓપ
ભગવાન વિષ્ણુના ૬ઠ્ઠા અવતાર, ભૂદેવોના ઇષ્ટદેવ અને બ્રાહ્મણોના અનંત આરાધ્ય એવા પરશુરામદાદાની જન્મ જયંતિની ઉજવણીની ભાગ રૂપે આવતી 3 તારીખ એટલે કે અખાત્રીજના રોજ જેતપુર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે સમગ્ર આયોજનનો આગેવાની હેઠળ આખરી ઓપ અપાઇ રહેલ છે.
જેમાં જેતપુર સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિશાળ બાઇક રેલી નું આયોજન કરવામાં આવેલ છે. જે તા. 03/05/2022 ના રોજ સવારે 10:00 કલાકે જડેશ્વર મહાદેવ મંદીર ,ટાકુડી પરા ,જેતપુર થી ડીજે સાથે નિકળીને અલગ અલગ રાજમાર્ગો પર થી પસાર થઇ ને ગાયત્રી મંદિરે બપોરે 12:00 કલાકે મહા આરતી નું આયોજન કારવામાં આવેલ છે.
 જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તાર મા વસતા દરેક ભૂદેવો ને આ રેલી મા જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે તેમજ તા.28/4/2022 ના રોજ સમસ્ત બ્રહ્મસમાજ ની ટીમ તેમજ યુવા પાંખ તથા મહિલા પાંખ ના સદસ્યો સાથે મિટીગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યા મા બ્રહ્મસમાજ તથા સર્વ સમાજ જોડાય તે માટે ના સૂચનો તથા અભિપ્રાયો આપવામાં આવેલ હતા. તેમજ સર્વે એ વધારે મા વધારે બાઇક જોડવા માટે ની જહેમત ઉઠાવેલ છે. જેમાં સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ શ્રી હિતેશભાઈ રાવલ , મત્રી શ્રી સુભાષ ભાઈ તેરૈયા, યુવા પ્રમુખ શ્રી હિરેનભાઈ જોશી , યુવા મંત્રી શ્રી બીપીનભાઈ મિશ્રા , મહિલા પ્રમુખ શ્રી નીતાબેન મહેતા , મીનાબેન મહેતા , જીજ્ઞેશભાઈ જોશી , નિલેશભાઈ જોશી , અલ્પેશભાઈ વ્યાસ , ઉર્વેશભાઈ રાજગોર , ભાગીરથભાઈ મહેતા , પીયૂષભાઈ મહેતા , કૌશિકભાઈ મહેતા , આશુતોષ ભાઈ જોશી , વિવેકભાઈ જોશી , જીતેન્દ્ર મહેતા,પાર્થિવભાઈ દવે , હીમાંશુભાઈ શિલું , રાજા જોશી , શિવમભાઈ રવીયા , શિવમ તેરૈયા, વગેરે યુવાનો એ કાર્યક્રમને આખરી ઓપ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધેલ છે.તો સર્વે બ્રહ્મસમાજ ને ઈષ્ટદેવ શ્રી ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બાઈકરેલીમાં પધારવા માટે હાર્દીક આમંત્રણ આપવામાં આવે છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220428-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *