Gujarat

જેતપુરમાં પ્રેમપ્રકરણમાં વિધર્મી યુવાનને સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીંક્યા

રવિવાર સુધીમાં ગામ મૂકી દે જે નહીંતર જાનથી મારી નાખશું : કાકા-ભત્રીજા સામે પોલીસ ફરિયાદ
જેતપુરના નવાગઢ ખાતે રહેતા અને જનમંગલ હોસ્પિટલમાં નોકરી કરતાં વિધર્મી યુવાનને પ્રેમ પ્રકરણમાં સમાધાન માટે કારખાને બોલાવી યુવતીના ભાઈ અને કાકાએ છરી વડે હુમલો કરી ગામ મુકી જતાં રહેવા નહીંતર જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
 આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુર નવાગઢ નજીક વર્ધમાન ડાઈંગ પાસે રહેતાં અને જનમંગલ હોસ્પિટલમાં નોકરી કરતાં શબીર યુસુફ સોલંકી (ઉ.21) નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જેતપુર એમ.જી.રોડ પર આવેલ ખોડીયાર કોમ્પલેક્ષ પાસે રહેતાં ભવ્ય ચેતનભાઈ ચીતલીયા અને તેના કાકા નિલેશ ચીતલીયાનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવાનને વૈભવી ચેતન ચીતલીયા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેની તેના પરિવારને જાણ થઈ જતાં ફરિયાદી યુવાનને સમાધાન માટે સારંગના પુલ પાસે આવેલ કારખાનામાં બોલાવી યુવતીના ભાઈ ભવ્યએ છરી વડે હુમલો કર્યો હતો જ્યારે તેના કાકા નિલેશભાઈએ રવિવાર સુધીમાં ગામ મુકી દેજે નહીંતર જાનથી મારી નાખશુ’ તેવી ધમકી આપી હતી. જેથી યુવકની ફરિયાદ  અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *