Gujarat

છોટાઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસી ઓની સંસ્કૃતિ અને લોક વાધ્યો જીવંત રાખવા માટે ભોપાલ ની સંસ્થા દ્વારા પ્રયાસ.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનીંગ (એનસીઇઆરટી) એ દેશમાં ક્ષેત્રીય શિક્ષા સંસ્થાન છે જે દેશમાં પાઠ્ય પુસ્તકો તથા પાઠ્યક્રમ તૈયાર કરવા માટે નું કાર્ય કરે છે, તે સિવાય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ ના અનુસંધાને ભારતીય લોકસંસ્કૃતિ અને પૌરાણિક લોકકલાઓ નાં સંરક્ષણ અને પ્રચાર પ્રસાર માટે સતત કાર્યરત છે.
ભોપાલ ક્ષેત્રિય શિક્ષણ સંસ્થાન અંતર્ગત ગુજરાત રાજ્ય સહિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર,ગોવા, સહિત દાદરા નગર હવેલી,દીવ દમણજેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પારંપરિક લોકકલાઓ, ચિત્રકલા ઓ, હસ્તકલા તેમજ લોકન્રુત્યો નું દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરીને દુર્લભ લોકકલાઓ અને દુર્લભ લોકવાધ્યો જેવા કે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસીઓ દ્વારા  કુદરતી રૂતુચક્ર આધારિત તહેવારો તથા  આસ્થાભેર ઉજવણી કરવામાં આવતા બાબા પીઠોરા લખવા,બાબાઈંદ, પાણગુ , ખત્રી પૂજા,ગાતા સ્થાપન વગેરે પારંપરિક દેવ પૂજવા માટે નાં કાર્યક્રમો માં ઢાંક, મોટલા ઢોલ, થાળી,ખળખસ્યા, વાંહળી,દદુડી, ઢોલીયા, શરણાઇ, માંદળ, ઘાંઘળી,પીહા,પીહી વગેરે લોક વાધ્યો ની શોધ કાર્ય માટે ની ભોપાલ ના પ્રોગ્રામ કન્વિનર ડો.સુરેશ મકવાણા, તથા કેમેરામેન શેખ અકરમ, પ્રોડ્યુસર ગૌરાંગી મિશ્રા, અને સહાયક ધર્મેન્દ્ર મેવાડે તથા સ્થાનિક સંસોધકો શનીયાભાઇ રાઠવા, પરેશભાઈ રાઠવા તેમજ તેરસિંગ ભાઈ રાઠવા ઉપરાંત પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી નૈષદ મકવાણા સહિત ની ટીમ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ,હાંફેશ્વર,ભૈરેથા,રૂમડીયા, વાંટડા,ધનપરી, જેવા ગામોમાં જઇને જાત તપાસ અને નિરિક્ષણ કરી હાલ વર્તમાન સમયમાં ફિલ્મ સંગીત તથા ડીજે સહિત નાં આધુનિક ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને સંવેદના વિહીન વાજિંત્રો ની સમુદાય પર પડી રહેલી વિપરીત અસરો ને રોકવા તથા પૌરાણિક આદિવાસી લોક વાધ્યો નાં સંરક્ષણ હેતુ એનસીઇઆરટી ની સ્થાનિક સંસોધકો સાથે ની ટીમ સતત બે દિવસ સુધી ગામડાંઓ ખુંદી શોધ કાર્ય કરી પરત જવા રવાના થઈ હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221004-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *