Gujarat

જેતપુર આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી

ખીરસરા ગામમાં વગર વેક્સિનેસને સર્ટિફિકેટ જનરેટ થયું, મહિલાએ પહેલો ડોઝ 23 ફેબ્રુઆરી નાં રોજ લીધો હતો
સો ટકા કોરોના વેક્સીનેસનના દાવા કરતાં તંત્ર દ્વારા આ સો ટકા વેક્સીનેસનનો લક્ષ્યાંક કંઈ રીતે પૂરો કરવામાં આવે છે તેની પોલ ઘણી વાર છતી થતી હોય છે. ઘણી વાર વગર વેક્સીનેસને લોકોને વેક્સિન સર્ટિફિકેટ મળવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે એક ઘટના જેતપુરનાં ખીરસરા ગામમાં સામે આવી છે.
વેક્સિન સર્ટિફિકેટનો મેસેજ આવતા અચરજ
જેતપુરના ખીરસરા ગામમાં એક જાગૃત  યુવકને ત્યારે અચરજ થયું જ્યારે તેના ફોન પર તેમના પત્ની ની વગર વેક્સીનેસને વેક્સિન સર્ટિફિકેટનો મેસેજ આવ્યો. જેમાં મહિલાએ પહેલો ડોઝ 23  ફેબ્રુઆરી નાં રોજ લિધો હતો, પરંતુ બીજો ડોઝ લેવાનો બાકી હતો. તેમ છતાં વગર વેકસીન આપ્યે બીજા ડોઝનું સર્ટિફિકેટ જનરેટ થયું. બીજો ડોઝ 13 ઓગસ્ટના દિવસે પીએચસી સેન્ટર ખીરસરા ખાતેથી લિધા હોવાનો મેસેજ આવ્યો. આમ, ફરી તંત્રની પોલ આ મેસેજે છતી કરી છે. સો ટકા વેક્સીનેસનનો લક્ષ્યાંક કેવી રીતે પૂરો કરવામા આવે છે તે આવી ઘટનાઓ દ્વારા બહાર આવી રહ્યુ છે.

IMG-20220902-WA0061-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *