Gujarat

જેતપુર સેવા સદન કચેરીમાં ગ્રામ્ય મામલતદાર કોરોના સંક્રમિત કર્મચારીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા

જેતપુરમાં કોરોનાનો વિસ્ફોટ દિવસે ને દિવસે વધારો થતો જતો હોય ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોઝીટીવ રીપોર્ટ આવી રહ્યા છે. ત્યારે જેતપુર મામલતદાર કચેરીમાં ગ્રામ્ય મામલતદારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર હહકતમાં આવ્યુ છે.
જેતપુર સેવા સદનમાં ગ્રામ્ય મામલતદાર ડી.એ.ગીનીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા મામલદાર કચેરીમાં ફરજ બજાવતા કાયમી અને હંગામી કર્મચારીઓના કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મામલતદારના સંપર્કમાં આવેલ અન્ય સહકર્મચારીઓ અને મામલતદાર કચેરીમાં કામકાજ અર્થે આવેલ  આરોગ્ય તંત્ર હહકતમાં આવ્યુ છે.મામલતદારને હોમ કોરોન્ટાઇ કરવામાં આવ્યા છે તેમજ સેવા સદનને સેનિટાઈઝ કરવામાં આવી તેમજ મામલતદારના સંપર્કમાં આવેલા 25 જેટલા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે
શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પ્રથમ કેસ નોંધાયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં એક જ સ્કુલના ૬ બાળકો અને ર શીક્ષક, પ્રીન્સીપાલનો રીપોર્ટ પણ પોઝીટીવ આવેલ.ગઇકાલે એક જ દિવસમાં શહેરના ૧૪ અને ગ્રામ્યમાં ૩ મળી કુલ ૧૭ લોકો પોઝીટીવ આવ્યા જેમાં તાલુકા મામલતદાર કોરોના પોઝીટીવ આવતા જેતપુરમાં કુલ ૬૪ કોરોના ના કેસો નોંધાયા છે.
આ અંગે તાલુકા હેલ્થ ઓફીસર ડો. કુલદિપ સાપરીયાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે કોરોના ના કેસો હાલ જે નોંધાય રહ્યા છે તે માટે આરોગ્ય તંત્રની ટીમ ખડે પગે છે. ઉપરાંત જે લોકોનો પોઝીટીવ રીપોર્ટ આવે છે તેમાં ચીંતાજનક નથી સીમટોમીક ડ્રોપ થી ૪ દિવસમાં રીકવરી આવી જાય છે. છતાં લોકોએ સાવચેત રહેવાની ખાસ જરૂરી છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220111-WA0145.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *