મહુવા
મહુવા પાસે જેસર તાલુકામાં માત્ર ૫ દિવસમાં ૨ હત્યા થઈ છે. જેસરના ભાણવડીયા ગામે ચંદ્રિકા ગોહિલ(૨૪)ની એક શખ્સે એક તરફી પ્રેમમાં પાગલ બની જાહેરમાં સરેઆમ હત્યા કરતા આ સમગ્ર પંથકમાં ભયનું મોજુ ફરી વળ્યું છે. ભાણવડીયા ગામના અશ્વિન ચુડાસમા નામનો શખ્સ છેલ્લા એકાદ વર્ષથી ચંદ્રિકાબેન ગોહિલને એક યા બીજી રીતે વારંવાર પજવણી કરતો હતો. ચંદ્રિકા અને અન્ય યુવતીઓ કામે જઇ રહ્યા હતા ત્યારે આ અશ્વિન લાકડી લઇ અને ચંદ્રિકા ઉપર તુટી પડયો હતો. ચંદ્રિકાબેન ઉપર આડેધડ માથાના ભાગે લાકડી, બેટ વાગતા ઇજાઓ થતા તેનુ સ્થળ ઉપર કરૂણ અને કમકમાટી ભર્યુ મોત નીપજવા પામેલ.પોલીસે જરૂરી કાર્યવાહી અને ફરીયાદ નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.


