Gujarat

ટ્રાફિક નિયમન માટે રસ્તા વન-વે જાહેર કરાયા

ભાદરવી અમાસ નીમિત્તે જૂનાગઢ-ભવનાથ સ્થિત દામોદર કુંડમાં સ્નાનવિધિ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જૂનાગઢે તા. ૨૬/૮/૨૨ ના રોજ ૨૦ કલાકથી તા. ૨૭/૮/૨૨ ના રોજ ૧૭ કલાક સુધિ ટ્રાફીક નિયમન માટે કેટલાક રસ્તાઓ વન-વે જાહેર કરાયા છે.

        જૂનાગઢ-ભવનાથ સ્થિત દામોદર કુંડમાં ભાદરવી અમાસ નિમિત્તે જૂનાગઢ અને આસપાસના જિલ્લામાંથી સ્નાન તેમજ પિતૃતર્પણ માટે, પીપળે પાણી રેડવા સહિતની ધાર્મિક વિધિ માટે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે.  ભાદરવી અમાસના તહેવાર સબબ  કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સલામતી/વ્યવસ્થાની જાળવણી હેતુસર જૂનાગઢ શહેર ખાતે આવેલ દામોદર કુંડ ખાતે જવા આવવા માટેના રસ્તાઓ પર નીચે મુજબની અમલવારી કરવા જાહેરનામું પ્રસીદ્ધ કરાયું છે.

        ટ્રાફિક નિયમન માટે આ સમયગાળા દરમ્યાન જૂનાગઢ શહેરમાંથી સ્મશાન સુધી જવા માટે ભરડાવાવ થી સ્મશાન  સુધી  વાહનો જઇ શકશે. જયારે સ્મશાન થી જૂનાગઢ શહેર સુધી આવવા માટે સ્મશાનથી ગીરનાર દરવાજા સુધી વાહનો પરત આવી શકશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *