Gujarat

તહેવારો આવતા જ ફૂટ બજારોમાં વિવિધ ફૂટના ભાવોમાં વધારો

પાટણ
અષાઢ સુદ અગીયારસથી વ્રતોની સાથે સાથે વિવિધ ધાર્મિક ઉત્સવોનો પણ સમન્વય રચાશે. ત્યારે વ્રતો અને ધાર્મિક ઉત્સવોમાં ઉપવાસને લઇ ફૂટની માંગમાં વધારો થાય છે. આજથી પાંચ દિવસીય ગૌરીવ્રતનો પ્રારંભ થઈ ચૂકયો છે ત્યારે સામાન્ય દિવસોમાં ૩૦ થી ૪૦ રુપિયે ડઝનના ભાવે વેચાતા કેળાના ભાવે ૬૦ થી ૮૦ રુપિયે પહોંચી ગયા છે. તો વિવિધ પ્રકારની કેરીના ભાવમાં પણ ૫૦ થી ૬૦ ટકાનો ભાવવધારો જાેવા મળી રહયો છે. આ ઉપરાંત સફરજન, નાસપતિ, અંજીર,ચીકુ, ખારેક સહિતના અન્ય ફુટોમાં પણ ધરખમ વધારો જાેવા મળી રહયો છે. સામાન્ય દિવસોમાં ૪૦ થી ૫૦ રુપિયે વેચાતી ખારેકના ભાવ ૧૦૦ રુપિયા સુધી પહોંચી ગયા છે. જયારે સફરજનના ભાવ ૨૦૦ રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે. ફ્રૂટના વેપારીએ હાલમાં ભારે વરસાદના કારણે આવકમાં ઘટાડો થવાથી ભાવ વધ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે આગામી ધાર્મિક ઉત્સવોને લઇ પાટણ શહેરની બજારોમાં ફુટના ભાવમાં ભડકો જાેવા મળી રહયો છે.અષાઢ માસમાં આવતા ધાર્મિક તહેવારો, વ્રતો અને ઉત્સવોને લઇ વિવિધ ફૂટની માંગમાં ભારે વધારો જાેવા મળે છે. જેને લઇ હાલમાં પાટણની ફૂટ બજારોમાં વિવિધ જાતના ફૂટના ભાવોમાં ધરખમ વધારો જાેવા મળી રહયો છે. તો બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે માલની આવક ઘટતા સામાન્ય દિવસોમાં ૪૦ થી ૫૦ રુપિયે વેચાતા ફૂટના ભાવ આસમાને પહોંચી ગયા છે.

Page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *