Gujarat

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઉજવાશે સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬

ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો થકી જામનગર મહાનગર દ્વારા ઉજવણી કરવામાં આવશે

ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર થી એક માસ ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમો ના આયોજન, તથા વ્યસ્થાપન અંતર્ગત પંડિત દીનદયાલ ઉપાદ્યાય ભવન, શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ. સેવા સંકલ્પ સભિયન ૨૦૨૬, ગુજરાત પ્રદેશ ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા દ્વારા માર્ગદર્શન પ્રદાન કરવામાં આવેલ. વિશેસ થી ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠન પ્રભારી ધનસુખભાઇ ભડેરી, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી તથા પ્રભારી મહામંત્રી વિજયસિંહ જેઠવા દારા કાર્યક્રમ ને સફળ બનાવવા સૂચવવામાં આવેલ. ૭૯ વિધાનશભા ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, ડિસ્ટ્રીક કોઓપરેટીવ બેન્ક ના ચેરમેન જીતુભાઈ લાલ સહિતની વિશેષ ઉપસ્થિતિ રહેલ.

કાર્યશાળા નું સંચાલન મહામંત્રી મૃગેશ દવે, ભાવેશ કાનાણી દ્વારા કરવામાં આવેલ, ટેકનિકલ સહયોગ આઈ ટી ઈનચાર્જ ગુંજ કારીયા દ્વારા પ્રદાન કરવામાં આવેલ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬ અંતર્ગત નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો અને ઝડપી લાભ પૂરો પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે.

આ અભિયાનનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી શાસન અને સરકારી સેવાઓ પહોંચાડવાનો છે. તાલુકા અને ગ્રામ્ય સ્તરે સેવાનો લાભ આપવા માટે વિશેષ કેમ્પ અને શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જેથી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે. માનનીય નરેન્દ્રભાઈ મોદી જી ના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર થી આ કાર્યક્રમ શરુ થઇ ૧૭ ઓક્ટ્રોબર સુધી ચાલશે. જેમાં વિવિધ કાર્યર્કર્મો ને આવરી લેવામાં આવેલ છે.

વિવિધ કાર્યક્રમો ના ઇન્ચાર્જ ની નિમણુંક કરવામાં આવેલ છે. આગામી વિવિધ જનકલ્યાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સફળ આયોજન અર્થે વિવિધ ઈન્ચાર્જશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે, જેમાં ‘આશીર્વાદનો દીવડો’ માટે કોર્પોરેટર ધવલભાઈ નાખવા, ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત’ માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોણાણી, ‘નમો સેવા ગાથા’ માટે સાંસ્કૃતિક સેલના વિરલભાઈ રાચ્છ, ‘આંગણવાડી ઉત્સવ’ માટે પૂર્વ પ્રમુખ (મહિકા મોરચો) અને કોર્પોરેટર રીટાબેન જોટંગીયા, ‘પરિવર્તનની વાર્તા’ માટે આઈ.ટી. ઈન્ચાર્જ ગુંજ કારીયા, ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ માટે એસ.એમ. ઈન્ચાર્જ દક્ષભાઈ ત્રિવેદી, ‘સેવા જ્યોત યાત્રા’ માટે શહેર મહામંત્રી ભાવેશભાઈ કાનાણી, ‘વડનગરથી વારાણસી’ માટે શહેર મહામંત્રી મૃગેશભાઈ દવે, ‘સેવા મેરા યોગદાન’ માટે કોર્પોરેટર નિશાબેન અશ્વાર, ‘સેવા સેતુ અભિયાન’ માટે મેયર મોનિકાબેન વ્યાસ, ‘રંગોળી રાષ્ટ્ર’ માટે કોર્પોરેટર ખ્યાતીબેન મુંગરા, ‘રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ’ માટે શહેર ઉપાધ્યક્ષ હેમલભાઈ ચોટાઈ તથા ‘જનસેવક મહાકુંભ’ માટે કોર્પોરેટર આશિષભાઈ જોષી ને જવાબદારી સોંપવામાં આવેલ છે.

આ કાર્યકર્મ માટે પ્રભારી મહામંત્રી તરીકે વિજયસિંહ જેઠવા તેમજ કન્વીનર તરીકે સહદેવભાઈ ડાભીની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત સહ-કન્વીનર તરીકે, વિરલભાઈ બારડ, દક્ષાબેન અગ્રાવત, વિજયભાઈ પરમાર અને કમલેશભાઈ ભરવાડની નિમણૂંક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.