સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમારી શાળામાં ૨૦૧૯ થી AIF એટલે કે અમેરિકન ઇન્ડીયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્ટેમ લેબ કાર્યરત છે. અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન ડિજિટલ ઇકવિલાઈઝર સ્ટેમ લેબ પ્રોજેક્ટમાં આ વર્ષથી દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ ૭ ના તમામ બાળકો ને ટેબલેટ આપવામાં આવશે આ પ્રોગ્રામમાં ડોક્ટર દિપક ફાટસર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વાઢેરસર ,બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી નરેન્દ્ર ભાઇ જોશી, AIF માંથી દિપશાળા પ્રોજેક્ટ માટે સહકાર અને માર્ગદર્શન આપનાર નીતિનસર પ્રોજેક્ટ લીડર હાર્દિકસર અમારી શાળાના કો-ઓરડીનેટર અલતાફખાન પઠાણ ,AIF ટ્રેનર દિપાલીબેન તેમજ વિનોદભાઈ વિંઝુડા, વિજય ભાઈ ખસિયા તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ વિપુલ પ્રમાણમાં ઉપસ્થિત રહેલ. માનનીય ફાટકસર તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થયું આચાર્ય શ્રી મહેશભાઈ જાદવ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું.મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું AIF ના સહકારથી જિલ્લા કક્ષાએ પસંદ થયેલ વિજ્ઞાન મેળાની કૃતિના બાળ વૈજ્ઞાનિકો જાખરા સાફિન તથા અગવાન ફેજાન તેમજ તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી હિતેશભાઈ જોશીને ફાટસરના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા પ્રજાસત્તાક પર્વ પર અમેરિકા ઇન્ડિયા ફાઉન્ડેશનની જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધામાં દ્વિતિય ક્રમે વિજેતા વિદ્યાર્થી ભાટી વિરસિંહને ફાટકસરના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું
ડોક્ટર દિપક ફાટક સરે બાળકોને ટેબ્લેટ અંગે માહિતી આપેલ ભવિષ્યમાં સારા નાગરિક બને તેવી શુભેચ્છા વ્યક્ત કરેલ. તેમજ ફાટક સર દ્વારા શાળાના શિક્ષક હિતેશભાઈ જોષી અને તેમની પર્યાવરણની ટીમ દ્વારા બનાવામાં આવેલ ટ્રી ટ્રેનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વતની શ્રી ભરત દેસાઈસર, શ્રી નીરજા સેઠી અને પ્રિયા દેસાઈ ડી એસ ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે દીપ ડિજિટલ એનરિચમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ આવી રહ્યા છે અમેરિકા રહીને પણ સતત આપણા અમરેલીના બાળકોની ચિંતા કરી એમના જીવનને શ્રેષ્ઠ શિક્ષણ આપી નવી દિશા આપવામાં આ દિવ્ય કાર્ય કરવા બદલ પે.સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા શાળા પરિવાર તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ કાર્યક્રમનું સફળ સંચાલન શિલ્પાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ કાર્યક્રમ ના અંતે ભૂમિકાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.તથા સમગ્ર શાળા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


