Gujarat

તાલાલા ગીરમાં ચણાનું ખરીદ સેન્ટર ફાળવા ખેડુતોની માંગ

તાલાલા
તાલાલા ગીર પંથકના ૪૫ ગામના ખેડૂતો તેમની ફસલનું ઘર આંગણે જ વેંચાણ કરી શકે માટે તાલાલા ગીરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા સરકારી ચણાનું કેન્દ્ર ફાળવવા ખેડૂત વર્ગમાં લાગણી પ્રવર્તી છે. જેને વાંચા આપતા તાલાલા યાર્ડના ચેરમેન સંજય શિંગાળાએ તાલાલામાં ચણાનું ખરીદી સેન્ટર શરૂ કરવા ખેતીવાડી અધિકારીને પત્ર લખી માંગણી કરી છે. આ કારણે તાલાલા પંથકના ખેડૂતો ચણાના પાકનું ઘર આંગણે જ સરળતાથી ટેકાના ભાવે વેચાણ કરી શકે માટે તાલાલા ગીરમાં ચણાનું ખરીદ સેન્ટર કાર્યરત થવું જાેઈએ તેવી ખેડૂત વર્ગમાંથી લાગણી અને માંગણી વ્યક્ત થઈ રહી છે. વધુમાં તાલાલા ગીરમાં ચણાના ખરીદ સેન્ટરના અભાવે ખેડૂતોએ પોતાની ફસલનું વેચાણ કરવા દુર દુર સુધી જવું પડતું હોવાથી ખેડૂતોને ટ્રાન્સપોર્ટીંગનો જંગી ખર્ચ આવે છે. જેથી સમય અને ટ્રાન્સપોર્ટીંગના જંગી ખર્ચમાંથી ખેડૂતોને રાહત આપવા તાલાલા ગીરમાં સરકાર માન્ય ચણાનું ખરીદ સેન્ટર કાર્યરત કરવા ૪૫ ગામના ખેડૂતો વતી તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેને માંગણી કરી છે.

Abundant-planting-of-chickpeas.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *