Gujarat

તા.૨૭મીએ ખાંભા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે તા.૨૨ જુલાઈ સુધીમાં અરજીઓ મોકલી આપવી

ભરત ગંગદેવ.

 અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનો જુલાઈ-૨૦૨૨ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭ જુલાઈ, ૨૦૨૨ને ચોથા બુધવારે મામલતદાર કચેરી ખાંભા ખાતે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીના અધ્યક્ષસ્થાને યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તેમણે તા.૨૨ જુલાઈ, ૨૦૨૨ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ અથવા ટપાલથી મળી જાય તે રીતે મામલતદાર કચેરી,ખાંભા ખાતે મોકલી આપવી. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સામૂહિક કે નીતિવિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવા નહિ.  અરજીના મથાળે મોટા અક્ષરે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ અવશ્ય લખવું, તેમ ખાંભા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *