Gujarat

તા. ૨૭ માર્ચ રવિવારના રોજ યોજાનાર વનરક્ષકની પરીક્ષાના કેન્દ્રોની ૧૦૦ મીટરના વિસ્તારમાં પરીક્ષા સમયે કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર 

આગામી તા.૨૭-૦૩-૨૦૨૨ના રોજ જી.યુ.પ્રોફેશનલ પરીક્ષા સમિતિ-ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા આયોજીત વનરક્ષકની લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા શાંતિથી લેવાય તથા પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણને અટકાવવાના હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા.૨૭–૦૩–૨૦૨૨ સવારના ૧૨:૦૦ થી ૧૪:૦૦ કલાક સુધીજામનગરના૨૮ જેટલા પરીક્ષા કેન્દ્રોની આસપાસ તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર જામનગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પંડ્યાદ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ–૧૯૭૩ની કલમ–૧૪૪ મુજબ તેમને મળેલ સતાની રૂઇએ પ્રતિબંધ ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *