Gujarat

RTE અંતર્ગત જામનગર જિલ્લાની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.૧માં વિના મુલ્યે પ્રવેશ માટે તા.૩૦-૦૩-૨૦૨૨થી તા.૧૧-૦૪-૨૦૨૨ સુધી ફોર્મ ભરી શકાશે

બાળકોને  મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા ૨૦૧૨ અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને ૨૫% મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.૧(પહેલા)માં વિનામુલ્યે પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી શરૂ કરવમાં આવેલ છે.

આર.ટી.ઇ. એક્ટ હેઠળ પ્રવેશ માટે બાળકના વાલીઓhttp://rte.orpgujarat.comવેબસાઇટ પર તા. ૩૦-૦૩-૨૦૨૨ થી તા.૧૧-૦૪-૨૦૨૨ દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવક્નો દાખલો(લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ભરેલ ફોર્મ કયાંય જમા કરાવવાનું રહેશે નહી. આર.ટી.ઇ. હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦ અને શહેર વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઇ પ્રવેશ આપવામાં આવશે.

વિશેષ માહિતી માટે જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નં.૦૨૮૮-૨૫૫૦૨૮૬ અને ૦૨૮૮-૨૫૫૦૨૨૧(PBX-324) તેમજ તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર (૧) જામનગર ૦૨૮૮-૨૫૫૭૫૨૫, (૨) ધ્રોલ ૯૪૨૭૯૮૪૬૧૭ (૩) જોડીયા ૯૯૨૫૯૦૦૧૩ (૪) કાલાવડ ૯૮૭૯૨૪૫૯૮૯ (૫) લાલપુર ૯૪૨૬૦૪૯૭૨૯ (૬) જામજોધપુર ૦૨૮૯૮-૨૨૦૦૦૨પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગરની યાદીમાં જ્ણાવવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *