છોટાઉદેપુર તાલુકા ના તેજગઢ નજીક આવેલ રાયસીંગપુરા ( હરવાંટ ) ગામમાંથી વરધી ફળીયાને અલગ પાડી અલગ ગામનો દરજજો આપવા બાબતે છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા એ છોટાઉદેપુર મતદાર વિસ્તારમાં ૨૦૧૨ માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા ત્યારે વરધી ફળીયાને અલગ ગામ આપવા બાબતે રાજય સરકારમાં રજુઆત કરી હતી ૨૦૧૨ પછી દર વર્ષે વિધાનસભા સત્રમાં વરધી ફળીયાને અલગ ગામ આપવા બાબતે વારંવાર લેખીત રજુઆતો કરેલી હતી . સરકાર તરફથી હંમેશા હકારાત્મક જવાબો મળતા હતા . પરંતુ કોઈ નિર્ણય કરવામાં આવતો ન હતો . જેથી વારંવારની મહેસુલ સચિવશ્રીઓ સાથે દર વર્ષે રજુઆત થતાં કલેકટર છોટાઉદેપુર તેમજ મહેસુલ વિભાગના નાના મોટા અધિકારીઓ સાથે આખી દરખાસ્ત તૈયાર કરાવી હતી
જિલ્લા પંચાયત છોટાઉદેપુર ધ્વારા પણ જરૂરી ઠરાવો જે તે વખતે કરાવીને રજુ કરેલા હતા . છેલ્લે તા . ૦૪/૦૧/૨૦૨૨ ના રોજ માન . મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રીવેદી સાથે મહેસુલ વિભાગના તમામ નાના– મોટા અધિકારીઓને સાથે રાખીને તાત્કાલીક વરધી ફળીયાને અલગ ગામનો દરજજો આપવા ધારદાર રજુઆત ધારાસભ્યશ્રી મોહનસિંહ રાઠવા એ કરેલી હતી . તે આધારે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર તા . ૧૮/૦૮/૨૦૨૨ ના રોજ જાહેરનામા ક્રમાંક : ધમ / ૨૦૨૨ / ૯૯ / મ / પફર / ૫૯૨૦૧૬ / એમ.એલ.એ.- ૧૧ / લ .૧ જમીન મહેસુલ સંહીતા અન્વયે ઠરાવ કરી છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના મોજે . રાયસીંગપુરા ( હ ) ગામની જમીનમાંથી વરધી ફળીયા ને અલગ મહેસુલી ગામનો દરજજો આપવામાં આવ્યો છે . ગુજરાત રાજયપાલશ્રીના હુકમથી મહેસુલ વિગભાના પી . સ્વરૂપ ( આઈ.એ.એસ. ) સચિવ અને કમિશ્નર જમીન સુધારણા ના હુકમથી જાણ કરેલ હોવાનુ છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ જણાવ્યુ હતુ
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

