દાહોદ
દાહોદ તાલુકાના મુવાલીયા ગામે ચોરા ફળિયામાં રહેતાં દિલીપ નરસીંગભાઈ ભુરીયાએ અલ્હાબાદ બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું. જેમાં પાસબુકમાં દિલીપના નામમાં ભુલ હોય જે નામ સુધારવા માટે દિલીપે પોતાના ગામમાં રહેતાં બાલમ મીઠીયાભાઈ ભુરીયાને પાસબુક સાથે રૂ. ૧૦૦૦ આપ્યાં હતાં. આશરે પાંચ મહિના વીતી ગયાં બાદ પણ પાસબુક પરત ન આપતાં દિલીપે પાસબુકની માંગણી કરી હતી. ગત તા.૨૮મી એપ્રિલના રોજ દિલીપને બાલમ દ્વારા મોટી સારસી ગામે ગાળો બોલી ઝાપટો મારી તથા દિલીપની સાથેના દલુ નરસીંગભાઈ ભઉરીયાને છુટ્ટા પથ્થરો મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.આ સંબંધે મુવાલીયા ગામે ચોરા ફળિયામાં રહેતાં લલ્લા નરસિંહભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામાપક્ષેથી મુવાલીયા ગામે ચોરા ફળિયામાં રહેતાં ગોવિંદ મીઠાભાઈ ભુરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર બાલમ મીઠાભાઈ ભુરીયાએ ગામમાં રહેતા દિલીપ નરસીંગભાઈ ભુરીયાને ઉછીના રૂપીયા ૨૦૦૦ આપ્યાં હતાં. જે રૂપીયાની માંગણી કરતાં દિલીપે પોતાની સાથે લલ્લા નરસિંગભાઈ ભુરીયા, જવસિંગ ચિનુભાઈ ભુરીયા અને નવલસિંગ ચિનુભાઈ ભુરીયાની સાથે લઈ આવી છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી બાલમભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. સારવાર માટે લઈ જવાતી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાની રસ્તામાં રોકી ગોવિંદને ઝાપટો મારી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત ગોવિંદ મીઠાભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓની સામસામે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ તાલુકાના મોટી સારસી ગામે બેંક ખાતાની પાસબુક મેળવવા બાબતે તેમજ ઉછીના આપેલ રૂપીયા બાબતે બે પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. આ ઝઘડામાં ત્રણ જણાને લાકડી વડે તથા છુટ્ટા પથ્થરો મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાવાઈ છે.


