Gujarat

દાહોદમાં વડાપ્રધાનના આગમન પહેલા દાહોદને શણગારવામાં આવ્યું

દાહોદ
દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦ એપ્રિલે દાહોદના ખરોડ ખાતે વિવિધ વિકાસકાર્યોનું અને લોકાર્પણ કરવા આદિજાતિ મહાસંમેલનમાં પધારવાના છે ત્યારે તેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓમાં જાેતરાયું અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હાલમાં દાહોદ શહેરના મુખ્ય માર્ગોને રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યા છે. શહેરમાં કલરફુલ લાઈટ સીરીઝ લાઈટ સહિત અલગ-અલગ લાઈટોથી શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. શહેરના બસ સ્ટેન્ડ વિવેકાનંદ ચોક સરસ્વતી સર્કલ, બિરસા મુંડા સર્કલ, ભગિની સમાજ નગરપાલિકા સરદાર ચોક ગોધરા રોડ સહિત તમામ સર્કલોને પણ સુંદર લાઈટ લગાવી શણગાર કરવામાં આવતા તમામ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ સુંદર દ્રશ્ય નિહાળવા માટે લોકો સ્ટેશન રોડ સહીત વિસ્તારમાં જાેવા મળી રહ્યા છે ત્યારે કેટલાક લોકો પોતાના મોબાઈલમાં પણ આ દ્રશ્ય કેદ કરતા નજરે પડ્યા હતા. શહેરના પોલીસ સ્ટેશન નગર પાલિકા, ભગિનીસમાજ સહીત ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દાહોદના આગમનને લઇને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહીત દાહોદ શહેરવાસીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને શહેરમાં દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *