શહેરના ટાઉનહોલ ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લાની બાળ કલ્યાણ સંસ્થાઓ, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ તથા વૃધ્ધ કલ્યાણ સંસ્થાઓમાં આશ્રય લઈ રહેલ અંતે વાસીઓ માટે “અજવાળાના આરાધકો-૨૦૨૨” કાર્યક્રમનુ આયોજન કરી એક અનુકરણીય પહેલ કરવામાં આવી હતી.
જે કાર્યક્રમમાં શ્રી અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર, રામ મુક-બધીર વિદ્યા વિહાર ટ્રસ્ટ, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, શ્રી આંણદાબાવા અનાથાલય સંચાલિત ચિલ્ટ્રન હોમ ફોર ગર્લ્સ, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, શ્રી ઓમ ટ્રેનીંગ સેન્ટર, શ્રી અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર, શ્રી આંણદાબાવા અનાથાલય સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, શ્રી અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર સંચાલિત આસ્થા ડે કેર સેન્ટર, શ્રી અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર, શ્રી અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર સંચાલિત એમ.પી. શાહ ડેફ બ્લાઈંડ યુનીટ, શ્રી માનવ કલ્યાણ સંઘ સંચાલીત સંવેદના મંદબુદ્વિના બાળકોની નિવાસી શાળા તથા મહિલા વૃદ્વો દ્વારા રાષ્ટ્ર ભાવના ઉજાગર કરતી, સ્ત્રી સશક્તિ કરણને વાચા આપતી તથા યોગ-આધ્યાત્મનુ નિદર્શન કરતી ૧૮ જેટલી મનમોહક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેને બહોળી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ મન ભરીને માણી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સતા મંડળના સભ્ય સચિવ શ્રી પી.એસ. સૂચક, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના અધ્યક્ષ શ્રી એસ.બી.ચૌહાણ, પ્રાંત અધિકારી શ્રી આસ્થાબેન ડાંગર, બાલ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રી હર્ષિદાબેન પંડ્યા અને સભ્યો, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્ય શ્રી ક્રિષ્નાબેન, અંધજન તાલીમ કેન્દ્રના શ્રી પ્રકાશભાઈ મંકોડી, આણદાબાવા સેવા સંસ્થાના શ્રી કિશોરભાઈ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના શ્રી કરશનભાઇ ડાંગર, ટ્રસ્ટી શ્રી સંવેદના સ્કૂલ, ઓમ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીમતી ડિમ્પલબેન મહેતા, રમત ગમત અધિકારી શ્રી નીતાબેન વાળા, શ્રમ અધિકારી શ્રી રામી, મહિલા અને બાલ કલ્યાણ અધિકારી શ્રી ચંદ્રેશ ભાંભી તથા સંસ્થાના અંતેવાસીઓના ૪૫૦ થી વધુ વાલીશ્રીઓ હાજર રહયા હતા. સમગ્ર કાર્યક્રમનુ આયોજન ડૉ. પ્રાર્થના શેરશિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જ્યોત્સનબેન હરણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતુ.
વિરેંદ્રસિંહ પરમાર


