હાલ નવરાત્રી પર્વને ગણતરીના કલાક બાકી છે ત્યારે બોડેલી નગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા નાની શાંતાબેન પ્રજાપતિને માતાજીના ગરબા બનાવવામાં મદદરૂપ થવા બે નવાસીઓ બોડેલી આવી પહોંચી છે ત્યારે તેઓ સાથે વાતચીત કરતા એક નવાસી ડભોઇ તાલુકાના ગામના દિલીપ પ્રજાપતિ ની પુત્રી કિર્તીબેન છે જે અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ આર્ટ નો અભ્યાસ કરે છે જ્યારે નસવાડી ખાતે રહેતી બીજી નવાસી નિશાબેન અશોકભાઈ પ્રજાપતિ કોલેજ કરે છે
બંને નવાસીઓ પૈકી કિર્તીબેન માટીના ઘડા (ગરબા) ઉપર ડિઝાઇન બનાવે છે જ્યારે નિશા બેન તેમાં ડેકોરેશન કરે છે બંને નવાસીઓ નો મુખ્ય ધ્યેય એજ છે કે માતાજીનો સાદો ગરબો (માટી નો ઘડો)60 રૂપિયાથી લઈ સો રૂપિયા સુધી વેચાય છે જ્યારે ડિઝાઇન અને ડેકોરેટ કરેલો ગરબો 200 રૂપિયા સુધીમાં વેચાય છે જેથી તેઓ ની મેહનત મદદ થી નાની શાંતાબેન પ્રજાપતિ ની આવક માં વધારો થાય છે જેથી બંને નવાસીઓ નાની તેમજ મામા મામીને મદદરૂપ થવા દર વર્ષે નવરાત્રી પહેલા અહીં આવે છે અને તેઓને મદદરૂપ થાય છે
જ્યારે તેઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નવરાત્રી પર્વ આવતાં પેહલા દોઢ મહીના થી માટી ના ઘડા તૈયાર કરવામાં આવે છે અને નવરાત્રી ના દસ દિવસ પેહલા તેમાં ડિઝાઇન તેમજ ડેકોરેશન ની કામગીરી હાથ ધરવામાં આવે છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


