Gujarat

દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગૃપ  

ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથિયાર બંધીના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, જે.પી.મેવાડા નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે એસ.ઓ.જી ઓફીસ છોટાઉદેપુર ખાતે હાજર હતા તે દરમ્યાન અંગત રાહે બાતમી હકિકત મળેલ કે, રંગપુર પો.સ્ટે. વિસ્તારના મોટા રામપુરા ગામે નિશાળ ફળીયામા રહેતા કરમસીંગ ઉર્ફે અજય છગનભાઇ રાઠવા નાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ફરતે આવેલ કાંટાની વાડમા એક દેશી હાથ બનાવટનો તંમચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસરનો સંતાડી રાખેલ છે.તેવી હકીકત આધારે, સદર બાતમીવાળી જગ્યાએ રેઇડ કરવા માટે એસ.ઓ.જી. સ્ટાફના માણસો તથા પંચો સાથે રેઇડ કરતા આરોપી કરમસીંગ ઉર્ફે અજય છગનભાઇ રાઠવા ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે. મોટા રામપુરા નિશાળ ફળીયા, તા.જી. છોટાઉદેપુર વાળો મળી આવતા તેને સાથે રાખી ઝડતી તપાસ કરતા ઘરની ફરતે કાંટાની વાડમા બેટરીના અંજવાળે તપાસ કરતા એક દેશી હાથ બનાવટનો તંમચો મળી આવેલ જેની કિ.રૂ. ૫,૦૦૦/-  ની ગણી તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ કલમ ૨૫ (૧) (બી.-એ.) મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપી કરમસીંગ ઉર્ફે  અજય છગનભાઇ રાઠવા ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે. મોટા રામપુરા નિશાળ ફળીયા, તા.જી. છોટાઉદેપુર નાઓને કોરોન્ટાઈન હેઠળ રાખી આગળની વધુ કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220407-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *