રાષ્ટ્રપતિનું અપમાન કરતા કોંગ્રેસી નેતાનો ઠેર ઠેર વિરોધ
આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ ના અપમાન ને લઇ બોડેલી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતા અધીરંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ ના કરેલ અપમાન બદલ જિલ્લા મા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકા માં કોંગ્રેસના નેતા સામે વિરોધ જોવા મળી રહ્યો છે અનેક સ્થળે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે બોડેલી સેવા સદન ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતા ના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

