Gujarat

ધંધુકાના હિન્દૂ યુવા અગ્રણી કિશન બોળીયા નામના વ્યક્તિની વિધર્મી આતતાયી ઓ દ્વારા રિવોલ્વર દ્વારા જાહેરમાં ગોળી ધરબી દઈ નિર્મમ હત્યા કરવામાં આવી હતી.જેની સામે ગુજરાત ભરમાં ઘેરા પડઘા પડ્યા છે.ગીર સોમનાથ નાં કોડીનાર ખાતે આજે હિન્દૂ યુવા સંગઠને આપેલા કોડીનાર બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો  

ગિરગઢડા
ભરત ગંગદેવ.
થોડા દિવસ પૂર્વે ધંધુકાના કિશન ભરવાડ નામના હિન્દૂ યુવા અગ્રણીની સોશ્યિલ મીડિયામાં એક સામાન્ય પોષ્ટ ને ધ્યાને રાખી કટ્ટરવાદી એવા વિધર્મીઓ દ્વારા પૂર્વાયોજિત કાવત્રુ ઘડી ધંધુકાના મોઢવાડા ગામ પાસે નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી.જેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં દેખાવ અને ઉગ્ર પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે કિશન ભરવાડનાં સમર્થનમાં અને તેના હત્યારા ઓ સામે આકરી કાર્યવાહી થાય તે માટે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા કોડીનાર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજના બંધને જોરદાર સફળતા મળી હતી અને કિશન ભરવાડની હત્યા કરનાર આરોપીની ન્યાયિક તપાસ થાય અને તમામ આરોપીઓને આકરામાં આકરી સજા થાય તે માટે કોડીનાર શહેરના વેપારીઓએ પોતાનાં ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.આ સાથે હિન્દૂ યુવા સંગઠને પણ શહેરીજનોનો આભાર માન્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આજે કિશન ભરવાડની હત્યાના ઘેરા પડઘા પડ્યા છે.હિન્દૂ યુવા સંગઠને આપેલા કોડીનાર બંધનાં એલાન ને જબરો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કોડીનાર શહેરની તમામ બજારો બંધ જોવા મળી રહી છે.હિન્દૂ યુવાન કિશન ભરવાડનાં હત્યારાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેમજ કિશન બોળીયાના પરિવારને અને ન્યાય મળે અને આગામી સમયમાં કોઈ પણ ઉપદ્રવીઓ દ્વારા આ પ્રકારની નિર્મમ હત્યાઓ ન કરવામાં આવે તેવો દાખલો બેસે તેવી સજા કરવાની માંગ સાથે કોડીનારની બજારો બંધ રાખીને કિશનના સમર્થનમાં અને આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી થાય તે માટે કોડીનાર બંધ સફળ રહ્યું છે.હિન્દૂ યુવા સંગઠન સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પણ આ બાબતે આગળ આવી છે.સરકારને વિનંતી કરવામાં આવી છે કે કિશન ભરવાડનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને હિન્દૂ યુવાનના હત્યારા એવા આતતાયી ઓને ફાંસીના માંચડે લટકાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *