આજે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે એસ એફ હાઈસ્કૂલ ખાતે મહા ગરબાનું આયોજન કરાયું હતું. ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સાથે મતદાન જાગૃતિ અંગે પણ ગરબો રમાયો હતો મતદાન જાગૃતિ સંદેશો લઈને પોતાના ગામ ગામ સુધી પહોંચાડે અને નાગરિકો સુધી પહોંચાડે વધુ મતદાન થાય ચૂંટણી પ્રક્રિયાને લોકશાહીના પર્વને સફળ બનાવે તેવી ગરબાની મુખ્ય લાગણી હતી તેવું એસ એફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું, સાથે બીજો પણ કાર્યક્રમ નશાબંધીનો હતો નશા વિભાગ દ્વારા એક નાટકનું આયોજન કરાયું હતું જેમાં બાળકો અને ગામડાઓ સુધી નશો એ પાપનું મૂળ છે તે સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો કાર્યક્રમ ખુબ સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

