Gujarat

નવસારીના આસુંદર ગામે આંગણવાડી બે દિવસથી બંધ કરાઈ

નવસારી
નવસારીના આસુંદર ગામે આવેલી આંગણવાડીમાં ત્યાંના જ રહિશ શકુન્તલાબેન ઘણા વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. તેમનું ગત ફેબ્રુઆરી માસનું ફૂડ બિલ તેમણે તાલુકા આંગણવાડી અધિકારીની કચેરીમાં જમા કરાવ્યું હતું. તે પાસ ન થતા આ બાબતે અધિકારીને વારંવાર રજૂઆત કરતા તેઓએ પાસ ન કરતા અંતે આસુંદર ગામે આવેલી આંગણવાડી માત્ર ૫ હજાર રૂપિયાના વાંકે બે દિવસ માટે બંધ કરવામાં આવતા તેની અસર વડાપ્રધાનના આદિવાસી બાળકોના કુપોષિતથી પોષિત કરવાના અભિયાન ઉપર બ્રેક લાગી શકે છે. આંગણવાડીમાં માત્ર આદિવાસી જ બાળકો આવતા હોય અધિકારીઓ જાણી જાેઈને પોતાના હિતને ટકરાવતા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો સુર આંગણવાડી બહેનોમાં ઉઠી રહ્યો છે. જેને લઈને આવનારા દિવસોમાં આંગણવાડી વર્કરો આ બાબતે ઉગ્ર થશે તેવી માહિતી પણ મળી છે.નવસારી જિલ્લા સહિત ૧૦થી વધુ આદિવાસી વિસ્તારમાં વડાપ્રધાન દ્વારા ૧૮ જૂનના રોજ માતા અને બાળકો માટે ૧૦૦૦ દિવસમાં પોષિત કરવાના મુખ્યમંત્રી માતૃશક્તિ અભિયાનની શરૂઆત કરનાર છે. ત્યારે જ નવસારી તાલુકાના આસુંદર ગામે આવેલી એક આંગણવાડીના વર્કરનું ચાર માસ પહેલાનું રૂપિયા ૫ હજારનું ફૂડ બિલ બાકી હોય અને અધિકારીઓ માનસિક હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે બે દિવસથી આંગણવાડીને તાળું મારી બંધ રાખવામાં આવતા ચકચાર મચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *