Gujarat

નવસારીમાં ૭૬ હજારના દારૂ સાથે ૩ આરોપી ઝડપાયા

નવસારી
નવસારીના કાગદીવાડ વિસ્તારમાં નેહરુનગરમાં રહેણાંક મકાનમાં દારૂ વેચાતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળતા રેડ કરી સપાટો બોલાવ્યો હતો. જેમાં રહીમ રજાક શેખ શાંતા હળપતિ અને કનૈયાલાલ ઠાકોર મળી કુલ ૩ આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા તેમજ દારૂ પહોચાડનાર સીમા નામની મહિલા બૂટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસની રેડમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ ૬૯૩ નંગ બોટલ જેની કિંમત ૭૬,૬૦૦ રૂપિયાનો દારૂ તેમજ રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ ૯૦,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસ જલાલપુર પોલીસમાં દાખલ કરીને પીઆઈ એન.એમ આહીરને તપાસ સોંપવામાં આવી છે. જેમાં આજે ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.નવસારી શહેર અને જિલ્લામાં બૂટલેગરો છૂટથી દારૂનું વેચાણ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજ્ય પોલીસવડાના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા અવારનવાર શહેરમાં હાઉસ રેડ કરવામાં આવે છે. ત્યારે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કાગદિવાડમાંથી એક મહિલા અને બે બૂટલેગરને દારૂના જથ્થા સાથે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યા હતા. તેમજ એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર કેસની તપાસ જલાલપુર પી.આઈ ને સોંપવામાં આવી છે.

File-02-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *