નસવાડી
નસવાડી પોલીસ તેમજ બોડેલી સીપીઆઈ મનરેગા ઓફિસ ઉપર આવ્યા હતા. આ ઓફિસના ધાબા પર જવા માટે ફક્ત એક જ દાદર છે અને એ પણ લોકવાળો છે. એટલે ઓફિસ ખુલે પછી જ કોઈક વ્યક્તિ ધાબા ઉપર કે અંદર પ્રવેશી શકે છે. પોલીસ આવીને દરેક બાબતની સ્થળ તપાસ કરી છે. જેમાં મનરેગા ઓફિસના જે કોમ્પ્યૂટર રૂમ છે તે ઓફિસની અંદર બિયર અને દારૂની બોટલ મળી આવી હતી. જે પોલીસ કબજે કરી છે. નસવાડીના આદિવાસી ગ્રામજનો ઓફિસ આવે તો ચંપલ પણ બહાર ઉતારીને અંદર જતા હોય ત્યારે આટલો બધો દારૂ કોણ પી ગયું તેના પર પ્રશ્નો ઉઠ્યા છે. બીજી બાજુ નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચો દારૂબંધીના કડક અમલને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. ત્યારે સરકારી ઓફિસમાં પીવાઈ ગયેલ દારૂની બોટલો પોલીસે કબજે કરી હવે સરકારી તંત્ર સામે કાર્યવાહી શું કરે છે તેના પર સૌની નજર છે. ઓફિસ ખુલ્લી હોઇ કેટલાક કર્મચારીઓ કામગીરી કરવા આવ્યા હતા. જેમાં નસવાડી ટીડીઓની સહી લેવા પણ કેટલાક કર્મચારીઓ ઘરે ગયા હતા. ત્યારે દારૂની બાબતને લઈ ભારે ચર્ચાઓ ઉઠી છે. હવે પોલીસ તપાસમાં જ ખબર પડે કે દારૂની બોટલો ખાલી તો કોઈ મૂકી નથી ગયું. કારણ કે થેલી બોક્સમાં ભરીને ફેંકવા માટે આ બોટલો મૂકી હતી. દારૂબંધીનો અમલ ફક્ત કાગળ પર હોય અને ઈંગ્લિશ દારૂની લતે સરકારી કર્મચારીઓ ચઠ્યા હોય તેવી ચર્ચા ઉઠી છે. દારૂને લઈ કાર્યવાહી કરવા આદિવાસી સમાજ આવેદનપત્ર આપી માગ કરે છે અને ગામડામાં મળતો દારૂ પકડાતો નથી તો તાલુકા પંચાયત ઓફિસ કર્મચારીઓ માટે આટલો બધો દારૂ આવ્યો કઈ રીતે અને પીવાઈ પણ ગયો. પીવાઈ ગયેલો દારૂની મોંઘી બોટલો, ટીન પોલીસ કબ્જે કરી છે તો કાર્યવાહી કરવી જાેઈએ. કોઈ ખાલી તો મૂકી ન જાય, ઉપર અને અંદર પાર્ટીઓ થાય એવી વાતો પહેલાથી બધાં જાણે છે. કામ માટે આવતા લોકો અને બાકી કામ હોય તેમના નિવેદનો લેવા જાેઈએ અને તપાસ થાય તેવી મારી માગ છે. મનરેગા ઓફિસમાં મોટી માત્રામાં મજૂરોને લગતા કામ થતા હોય છે. કેટલાય લોકો તેમના કામ માટે ધક્કા ખાય છે. ત્યારે દારૂની બોટલો ટકાવારી પેટે ઓફિસમાં લેવાય છે. તે હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે. જાગૃત ગ્રામજનોના નિવેદનો લઈ કોણ દારૂની પાર્ટીઓ કરે છે તે હવે તપાસનો વિષય બન્યો છે. વિકાસનું કામ કરતી ઓફિસમાંથી વિવિધ બ્રાન્ડની પીવાય ગયેલ દારૂની ખાલી બોટલો, ક્વાર્ટર, બિયર ટીન સ્થળ પરથી પોલીસ કબ્જે કરી લઈ ગઇ હતી. જેમાં મેક ડોલ હોલ ૧, મેજિક મૂવમેન્ટ હોલ ૧, લંડન પ્રાઈડ ક્વાર્ટર ૨, ૩૭ બિયર ટીન, ૪૭ મેકડોવલ ક્વાર્ટર. સિગ્નેચર હોલ ૧. આમ મોટું બોક્સ પીવાઈ ગયેલ દારૂનો હતો, અમુક થેલીમાં હતો, જે પીવાયા બાદ મૂકી રખાયું હતું. ફક્ત ફેંકવાનો બાકી હતો. એટલે વિકાસના કામ કરનારી ઓફિસની સ્વછતા બાકી હોય તેમ જણાઈ આવ્યું હતું. નસવાડી તાલુકા પંચાયત કચેરીની અંદર અને ઉપરથી દારૂની ખાલી બોટલ અને બિયરના ટિન મળ્યા છે. જેની હવે તપાસ કરીશું.


