વલસાડ
તાજેતરમાં વલસાડ રેલવે સ્ટેશન ખાતે વાહનોનું ઈન અને આઉટ વે નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વાહન ચાલકોને નવા ટ્રાફિકના નિયમોથી જાગૃત કરવામાં આવી રહ્યા છે. સાથે જનજીવન સામાન્ય થતા વાહન ચાલકો પણ પાર્કિંગ ઝોન અને નો પાર્કિંગ ઝોનના નિયમોનું વિશેષ પાલન કરે તે માટે વાહન ચાલકોને નવા નિયમો અંગે જાગૃતિ આપવામાં આવી રહી છે. તે માટે વલસાડ રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકના નિયમોની જાણકારી આપવા માટે મોટી સંખ્યામાં જીઆરપી અને આરપીએફના જવાનોની મદદ લઈને રેલવે વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું વલસાડ રેલવે વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.વલસાડ રેલવે સ્ટેશન વિસ્તારમાં આરપીએફ અને જીઆરપીની ટીમે સંયુક્ત વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું. નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યાં હતા. વલસાડ રેલવે સ્ટેશન ખાતે યાત્રીઓને અડચણ રૂપ અને નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે જીઆરપી અને આરપીએફની ટીમ દ્વારા લાલ આંખ કરી હતી. રેલવે સ્ટેશન પાસે એક પાર્કિંગ પ્લોટમાં વાહન ચાલકોને વાહન પાર્ક કરવા અંગે જાગૃત કરવામાં આવ્યાં હતા, તેમ છતાં નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરી રેલવે યાત્રીઓને નડતરરૂપ વહન કરનાર વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવવા જીઆરપી અને આરપીએફની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
