Gujarat

નસવાડી સેવાસદન ખાતે તાલુકા સંકલન મીટીંગ નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ તાલુકાના સરકારી અધિકારીઓ હાજર રહ્યા.

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી સેવા સદન ખાતે બોડેલી નાયબ કલેકટર ઉમેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાઈ હતી તેમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી  R & B એમ. જી. વી. સી. એલ. નલ સે જલ યોજના તેમજ રાષ્ટ્રીય બેંક ના અધિકારી હાજર રહી નસવાડી તાલુકાના વિવિધ પ્રશ્નોની ચર્ચા દરમ્યાન નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવાએ પ્રશ્ન ઉઠાવ્યો હતોકે શિક્ષિત બેકાર ને આત્મનિર્ભર બનાવવા માટેની યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મૂકી છે પરંતુ રાષ્ટ્રીય કૃત બેન્કના મેનેજરો બે રોજગારોને લોન સહાય આપતા નથી માટે લોન આપવા ઉપર ભાર મુક્યો હતો તેમજ 14 ગ્રામ પંચાયતના રસ્તાઓ અંગે R & B જીલ્લા પંચાયતના અધિકારીઓ ને સૂચન કર્યું હતું ત્યારે સમગ્ર મીટીંગનું સંચાલન નાયબ કલેક્ટર બોડેલી ઉમેશભાઈ શાહ એ કરી તાલુકાના તમામ પ્રશ્નોનું નિરાકરણ જલ્દી લાવવા ખાત્રી આપી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220406-184235_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *