ગિરગઢડા
ભરત ગંગદેવ
જામનગર ના નાનકપુરી ખાતે ગણેશ મહોત્સવ માં પોલીસ પ્રજાનું મિત્ર ના વાક્ય ને પ્રમાણિત કરતા એવા જામનગર સિટી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આદરણીય મહાવીરસિંહ જલુ સાહેબ જેઓ ભૌતિક રીતે પ્રજાની સમસ્યાઓ નું પ્રજા વચ્ચેની રહી મિત્રતા પૂર્વક ઉકેલ લાવતા હસમુખ વ્યક્તિત્વ,બહુમુખી પ્રતિભા અને કર્મઠ વ્યકિત્તવ સહયોગી સ્વભાવ અને એક સારા અને સાચા માર્ગદર્શક એવાં બાહોશ પોલીસ કર્મી અને તેમની સાથે ટીમ ના PSI એમ.વી મોઢવાડિયા , PSI બી.એસ વાળા, PSI નિશાંતભાઈ હરિયાણી તેમજ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ વનરાજભાઇ ખવડ આયોજક ના આમંત્રણ ને માં આપી મહોત્સવ ખાતે પધાર્યા.આ પ્રસંગે સિંધી અગ્રણીઓ દ્વારા આ ખાખી વર્ઘકો નું ફૂલહાર તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
આ તકે સિંધી સમાજ ના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, કિશોર સંતાણી,પ્યારેલાલ રાજપાલ, ધનરાજ મંગવાણી,મુકેશભાઈ લાલવાણી, નગરસેવિકા બબિતાબેન લાલવાણી, યુવા કાર્યકર્તા કપિલ મેઠવાણી, કૈલાશ મંદિયાણી,મનુભાઈ શર્મા,હીરો શર્મા, શ્યામભાઈ શર્મા,મહેશ શર્મા, ઈશ્વર શર્મા, સુમિત શર્મા, સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


