રોકાણના પત્રકો રજુ કરવના રહેશે
જામનગર તા.૦૮ એપ્રિલ, જિલ્લા કલેક્ટર કચેરી, નાની બચત શાખા, જામનગરની યાદીમાં જણાવ્યા મુજ્બ નાની બચત યોજના હેઠળના એજ્ન્ટોની કામગીરીની સમીક્ષા કરવાની હોય, જામનગર જિલ્લાના તમામ મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજના (M.P.K.B.Y.) તેમજ જામનગર શહેરના એકસુત્રીય યોજના (S.A.S.)ના એજન્ટોએ છેલ્લા ત્રણ વર્ષના રોકાણના પત્રકો (નાંણાકીય વર્ષ મુજબ) તા.૩૦-૦૪-૨૦૨૨ સુધી અચુક પણે નાની બચત શાખા, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, જામનગરને રજુ કરી આપવાના રહેશે. આ અંગેનું નિયત પત્રક નાની બચત શાખામાંથી મેળવી શકાશે.
