નેત્રંગ
દેશ સહિત ગુજરાતમાં જ્યાં જાેવો ત્યાં અકસ્માત થતાં રહે છે ત્યારે ડેડીયાપાડા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આવેલ વનવિભાગના ઉચ્ચ અધિકારીની સરકારી ઈનોવા ગાડી સાથે રાત્રીના ઝંખવાવના મારુતિ સ્વિફટના ચાલકે કેલ્વીકુવા ગામે આકસ્મિક પેટ્રોલ પમ્પ બાજુ વાળી દેતા ટોયોટા ઈનોવા સાથે સામેથી ધડાકાભેર અથડાય હતી.આ અકસ્માતમાં બન્ને ગાડીના આગળથી કચ્ચરઘાણ વળી ગયા હતા. વન વિભાગના ઉચ્ચ અધિકારીની ટોયોટા ઇનોવા જીજે ૧૮ જીબી ૫૪૦૦ ગાડીના ચાલકને રોકાણ માટે નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે આશ્રય આપ્યો હોય વનવિભાગની નર્સરીથી ચાલક મંદિરે જતો હતો પરંતુ તેને સ્વામિનારાયણ મંદિર નહીં મળતા કંબોડિયા પહોંચી ગયો હતો ત્યાં જઈને ફોન કરતા તેને પરત આવવા જણાવેલ ત્યારે ત્યાંથી એ સરનામું ભૂલી ગયો હોય પરત નેત્રંગ આવતો હતો ત્યારે કેલ્વીકુવા ગામ નજીક ભારત પેટ્રોલિયમ પમ્પ સામે નેત્રંગ તરફથી ઝંખવાવ જતી મારૂતિ સ્વિફટ જીજે ૦૫ જેઇ ૬૭૮૬ ના ચાલકે આકસ્મિક પેટ્રોલ પંપ બાજુ વાડી દેતા ઈનોવા સાથે અથડાઈ હતી.જે અકસ્માત થયો હતો તે બન્ને ગાડીઓમાં સવાર બંને ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.


