પાટણ
સ્વતંત્ર ભારતની ઉજવણીમાં દેશના લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ભાજપ સરકારે શરૂ કરેલા હર ઘર તિરંગા અભિયાન સામે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત જાેડો યાત્રા સંદર્ભે ત્રણ દરવાજા ખાતેથી તિરંગા પગપાળા રેલી યોજાઇ હતી. રેલીમાં જાેડાયેલા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્ર ચાર પોકાર્યા હતા. ‘વો તોડેંગે ડંડો સે, હમ જાેડેંગે ઝંડો સે.. ઉનકે હાથ મે દંડા હૈ, હમારે હાથમે ઝંડા હૈ’ એવા સૂત્રો સાથે પાટણના માર્ગો પરેલી નીકળતા લોકોમાં એક અશચર્ય સર્જાયો હતો. રેલી શહેરના ત્રણ દરવાજા ખાતેથી પ્રસ્થાન થઈ મુખ્ય માર્ગો પર થઈ હિંગળા ચાચર, બગવાડા ખાતે મહાનુભવોની પ્રતિમા ઉપર માલ્યાર્પણ કરી રાષ્ટ્ર પ્રેમની ભાવના ઉજાગર કરી હતી. ત્યાંથી રેલ્વે સ્ટેશન ખાતે સમાપન કરવામાં આવી હતી. વર્ષ ૧૯૫૦માં કોંગ્રેસે સૌપ્રથમ હર ઘર તિરંગા માટેનું એક એલાન કર્યું હતું. જેને સમગ્ર દેશવાસીઓ અપનાવી છે. ત્યારે ભાજપ સરકાર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાનું રાજકારણ રમતું હોય તેવું લાગી રહ્યું છે.
