Gujarat

પાટણમાં બે આખલાઓ વચ્ચેના દ્ધંદ્ધયુદ્ધમાં રાહદારીઓ પરેશાન

પાટણ
પાટણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. ત્યારે રખડતા ઢોરો દ્વારા માર્ગ વચોવચ્ચ અવારનવાર જામતા દ્વંદ્વયુદ્ધના કારણે અનેક રાહદારીઓ સહિત વાહનચાલકો તેનો ભોગ બની ઇજાગ્રસ્ત બનવાની સાથે સાથે મોતના મુખમાં ધકેલાયેલા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. છતાં નગરપાલિકાના નઘરોળ વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોરોને તાબે કરવાની કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતાં પાલિકાના સત્તાધીશો સામે શહેરીજનોમાં રોષ જાેવા મળ્યો છે. પાટણના વિવિધ વિસ્તારોમાં અને જાહેર માર્ગો પર વારંવાર જામતા આખલા યુદ્ધના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહેતા હોય છે. ત્યારે રખડતા ઢોરોના ત્રાસમાંથી શહેરીજનોને મુક્ત કરવા પાલિકાના સત્તાધીશો કુંભકર્ણ નિદ્રામાંથી જાગી રખડતા ઢોરોને તાબે કરવાની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.પાટણ શહેરના પારેવા સર્કલ નજીક બે રખડતા આખલા વચ્ચે શિંગડા યુદ્ધ જામતા વિસ્તારના રહીશો સહિત માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જાે કે કેટલાક નવ યુવાનોએ ધોકા, લાકડી અને પાણીનો મારો ચલાવી બંને આખલાઓને છુટા પાડી ભગાડતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

A-war-broke-out-between-the-two-bulls.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *