પાટણ
પાટણ શહેર અને આસપાસનાં ગામોની પ્રસૂતાઓને મોટા ભાગે પાટણની મેટરનીટી હોમમાં જ પ્રસૂતિ કરાવવામાં આવી રહી છે. જેનો જન્મનો આંકડો નિયત સમયે હોસ્પિટલોએ પાટણ નગરપાલિકાને આપવાનો અને જન્મ-મરણની નોંધણી ફરજિયાત કરવામાં આવેલી છે. પાટણ શહેરની હોસ્પિટલોમાં વિતેલા ૨૦૨૧નાં વર્ષમાં ૧૧ મહિનામાં ૮૨૯૧ બાળકોએ પાટણની ધરતી પર મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો. ૨૦૨૧માં સૌથી વધુ બાળકો નવેમ્બર-૨૦૨૧માં ૯૯૫ બાળકો જન્મ્યા હતા. જ્યારે સૌથી ઓછા બાળકો જાન્યુઆરી- ૨૦૨૧માં ૪૮૮ જન્મ્યા હતા. ૨૦૨૧માં ૨૦૫૨ લોકોનાં મૃત્યુ થયા હતા. જેમાં ૭૮૯ સ્ત્રી અને ૭૮૯ પુરુષોનાં મૃત્યુ થયા હતાં. પાટણ નગરપાલિકામાં ૨૦૨૧માં જન્મ-મરણનાં પ્રમાણપત્ર મેળવવા માટે રૂ. ૧ લાખ ૧ હજાર ૪૦૫ ની ફી વસુલાઇ હતી. જે ૨૦૨૦ કરતાં વધી હતી. તથા મોડી નોંધણી ફી પેટે રૂ. ૬૯૦ની આવક થઈ હતી. આ ઉપરાંત પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને લગ્ન નોંધણીના રજીસ્ટ્રાર તરીકેની પણ કામગીરી આપવામાં આવેલી છે. વર્ષ દરમિયાન પાટણ નગરપાલિકામાં ૬૭૧ લગ્નોની નોંધણી થયેલી છે. જેની નોંધણી ફી પેટે ૧૩ હજાર ૬૪૦ની આવક પાલિકાને થયેલી છે. સૌથી વધુ લગ્નો ફેબ્રુઆરી-૨૦૨૧માં ૮૪ લગ્ન નોંધાયેલા છે. તથા સૌથી ઓછા લગ્ન નવેમ્બર-૨૦૨૧માં ૨૨ નોંધાયા હતાં.પાટણ શહેરની ધરતી પર વિતેલા ૨૦૨૧નાં વર્ષમાં જાન્યુઆરીથી નવેમ્બરનાં ૧૧ માસમાં ૮૨૯૧ બાળકો જન્મયા હતા. જ્યારે ૨૦૫૨ લોકોએ દુનિયામાંથી વિદાય લીધી હતી. ૧ વર્ષ સુધીનાં એટલે કે તેની અંદરનાં ૨૬ તથા ૧થી ૫ વર્ષ સુધીનાં ત્રણ બાળકોએ જન્મ લીધા બાદ પૂરતી દુનિયા જુએ એ પહેલાં જ વિદાય લીધી હતી. જ્યારે ૨૬૧ બાળકો ધરતી પર અવતરે તે પૂર્વે જ મૃત્યુ પામેલા જન્મ્યા હતાં. ડીસેમ્બરનાં આંકડા ઉમેરાતાં આ આંક વધી શકે છે. પાટણ શહેરમાં આવેલી સરકારી અને ખાનગી મેટરનીટી હોસ્પિટલો તથા ઘરોમાં થતી પ્રસૂતિઓનો આંકડો આશ્ચર્યજનક રીતે વર્ષોથી થોડા ઘણાં આંકડાનાં અંતરથી જળવાયેલો રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી વર્ષ થી સાડા આઠ થી ૧૦ હજારની સંખ્યામાંજ બાળકો જન્મતા હોવાનો રેસિયો જાેવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૧માં જન્મનો દર આંશિક રીતે થોડો નીચો આવ્યો છે. ૨૦૨૦માં આખા વર્ષમાં ૯૫૬૦ બાળકોનાં જન્મ થયા હતા. જે તેની સામે ૨૦૨૧માં નવેમ્બર એટલે કે ૧૧ મહિનામાં સપ્ટેમ્બર ૩૮૩૦ સ્ત્રી અને ૪૪૬૧ પુરુષ બાળક મળીને ૮૨૯૧ બાળકોએ જન્મ થયો હતો.


