Gujarat

પાળીયાદના વિસામણબાપુની જગ્યાએ મંત્રી જગદીશ પંચાલે લીધી મુલાકાત

બોટાદ
ગુજરાત સરકારના મંત્રી જગદીશ પંચાલ કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી (રાજ્ય કક્ષા) માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે આવેલ પવિત્ર વિસામણબાપુની વિહલધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પાળીયાદ વિહલધામના ગાદીપતિ ર્નિમળાબાના આશીર્વચન લઈ વિહલધામની મુલાકાત કરી. આ મુલાકાતમાં તેઓએ વિન્ટેજ કારનું કલેક્શન નિહાળ્યું તેમજ જગ્યાની બણકલ ગૌ શાળાની મુલાકાત કરીને વિહળ વાટીકાની પણ મુલાકાત કરી હતી. પાળીયાદ વિહલધામ જગ્યાના સંચાલક સાથે જગ્યા વિશેની માહિતી મેળવી હતી. મંત્રી દ્વારા વિહલધામની મુલાકાત દરમિયાન ગૌ શાળા સહિત અશ્વ શાળા તેમજ દરેક જગ્યા પર સ્વચ્છતા જાેઈ પ્રભાવિત થયા અને વિહલધામના દર્શન કરી રાજીપો વ્યક્ત કરી ધન્યતા અનુભવી હોવાની લાગણી વ્યક્ત કર્યો હતો.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *