છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકા રતનપુર ગામ ખાતે આવેલા તાલુકા સેવાસદન નાં પાછળનાં ખુલ્લા મેદાનમાં ગુજરાત સરકાર નાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, આદિજાતિ વિકાસ, ગુજરાત સરકાર રાજ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી એવા નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં ૭૬માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમનાં પ્રારંભે પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારનાં હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો ત્યારબાદ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાન કરી પરેડ કરવામાં આવી હતી અને શાળાઓમાં થી આવેલ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, ગરબા અને દેશ ભક્તિ ગીતો , પોલીસ પરેડ, અને દેશ ભક્તિ વિશે કાર્યક્રમો યોજાયા હતા અને ધોરણ 10 અને 12 અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ જિલ્લામાં 1 થી 3 ક્રમાંક મેળવ્યો તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લામાં 108 વિભાગનાં સરાહનીય કામગીરી કરનાર કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ માં છોટાઉદેપુર જિલ્લામાં ચાલતા ગૌહત્યા નાં કતલખાના માંથી 80 જેટલી ગાયોને બચાવી સરાહનીય કામગીરી કરનાર પીઆઇ કામલીયા ને અને બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.એસ.સરવૈયા એ છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદમાં બોડેલી નગરનાં લોકો ને વરસાદી પૂરમાં ફસાયેલા લોકોને જીવનાં જોખમે બચાવ્યા હતા તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં અને કાર્યક્રમ બાદ વ્રુક્ષો રોપણનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં અલગ અલગ પ્રકારના વ્રુક્ષો ની રોપણી કરાઇ હતી
છોટાઉદેપુર જિલ્લામાં ૭૬ માં જિલ્લા સ્તરીય સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, સાંસદ ગીતાબેન રાઠવા, જેતપુર માજી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, માજી સાંસદ રામસિંગ રાઠવા, છોટાઉદેપુર અને બોડેલી SDM , DSP ધર્મેન્દ્ર શર્મા, Dysp સહિતના તમામ પોલીસ અધિકારીઓ, તેમજ પાવીજેતપુર તાલુકામાં શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમજ રાજકીય આગેવાનો, સરકારી કર્મચારીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારે ઉત્સાહભેર ૭૬ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


