Gujarat

પીઠડીયા ગામે પાડોશીઓ વચ્ચે મારામારી: પથ્થરમારો  સામું જોવા જેવી સામાન્ય બાબતે મારામારી બાદ સામ સામી 16 સામે ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના પીઠડીયા ગણે રહેતા રેણુકાબેન પોતાના ઘર પાસે ગટર સાફ કરતા હતા ત્યારે પાડોશમાં રહેતો લાલો સામે જોયા કરતો હોય એ મામલે ગાળાગાળી અને માથાકૂટ થઈ હતી.
પ્રીતિબેને વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારે ઘરે હતા અને મારા મામી દુર્ગાબેન જૂનાગઢથી અમારા ઘરની બાજુમાં રહેવા આવેલ હોય અને તેને અગાઉ અમારા ગામના જયેશભાઈ ચાવડા સાથે અગાઉ મકાન બાબતે માથાકૂટ થયેલ હોય જે અંગે તેઓને સમાધાન પણ થઈ ગયેલ હોય પરંતુ તેનો ખાર રાખી આ જયેશભાઈ ચાવડા, પ્રકાશભાઈ ચાવડા, ભગુભાઈ ચાવડા, કાળાભાઈ ચાવડા એમ ચારેય જણા અમારા ઘરે આવેલ અને બોલવા લાગેલ કે તમો બધાને અહીથી કાઢવા છે તેમ કહી તે બધાના હાથમાં પથ્થરો હતા.
હું દરવાજો બંધ કરવા જતા આ જયેશે મને મારા બંને પગમાં ધોકા મારેલ અને આ લોકો બોલતા હતા કે અહીંથી જતા રહેજો નહીતર બધાને પતાવી દેશું તેમ ધમકીઓ મારતા હતા. ત્યારબાદ મારા મામી તથા મારા બાપુજી તથા મારા બા એમ બધા પણ અહીં જ હોય દેકારો કરવા લાગતા આ લોકો જતા રહેલ બાદ આ લોકોની બૈરાઓ જેમાં ગીતાબેન, લુલીબેન, રેણુકાબેન તથા બાવલીબેન કહે છે તે તથા કંચનબેન એમ મહિલાઓ પણ આવીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો દીધેલ અને આ બધા મહિલા બોલતા હતા કે આ લોકોને અહીથી કાઢી મૂકવા છે પછી ભલે ગમે તેમ થાય.
જેને બોલાવવા હોય તેને બોલાવી લે પણ અહી તો નથી જ રહેવા દેવા બધાને મારી નાખવા છે તેમ ધમકી ઓ મારતા હતા. મારા માતા દૂર્ગાબેન પોલીસ સ્ટેશને જવાનું કહેતા આ લોકો જતા રહેલ હતા અને મને બંને પગમાં ખૂબ દુખાવો થતો હોય જેથી અમોને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. સામાંપક્ષે રેણુકાબેન રાહુલભાઇ ચાવડા (ઉ.વ 23)એ ફરિયાદમાં કીશોરભાઇ, દિવ્યાબેન કીશોરભાઇ, તેની દીકરી કાજલ, તેની બીજી દીકરી જયશ્રી,તેનો દીકરો લાલો, માવજીભાઈ પરમાર અને રતનબેન માવજીભાઇનું નામ આપતા તેઓની સામે કાર્યવાહી કરી હતી.
રેણુકાબેને જણાવ્યું હતું કે,હું મારા ઘર પાસે ગટર સાફ કરતી હતી ત્યારે આ કીશોરભાઇનો દીકરો લાલો મારા ઘર સામે મારી સામે ઉભો હતો એટલે મે તેને મારી સામે ઉભો રહેવાની ના પાડતા આ લાલો તેની માતા દિવ્યાબેન તથા તેની બંને બહેનો જયશ્રી તથા કાજલને વાત કરતા તે લોકો આવી મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને કહેલ કે તું અમારા લાલાને શા માટે ઉભો રહેવાની ના પાડે છે. આ તારા બાપનો રોડ નથી એટલે મે તેને કહેલ કે તમારા દિકરાને દારૂ પીવાની ટેવ છે અને તે હું કામ કરું ત્યાં સામો ઉભો રહે તે મને ગમતું નથી. ત્યારબાદ આ બધા લોકો અમારી સાથે ઝઘડો કરવા આવેલા અને અમે બધા પોલીસ સ્ટેશને ગયેલા અને અમારા ગામના આગેવાન વચ્ચે આવતા અમો બંન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. બાદમાં ફરી આ તમામ શખ્સોએ હુમલો કરતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *