Gujarat

જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભભૂક્યો રોષ,

પીજીવીસીએલ દ્વારા લોર્ડ સેટીંગના બહાના હેઠળ વીજ કાપ મુકતા ખેડૂતોએ લોડ સેટીંગ કે પછી સરકારનું સેટીંગ ના લગાવ્યા નારા,
જૂની સાંકળી ગામના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ.નોંધાવ્યો
વીજ ઉત્પાદન ઘટી રહ્યુ છે.પરંતુ સરકાર દ્વારા વીજ પુરવઠાની ઘટ હોવાનું સ્વીકાર કરવામાં નથી આવતો. પરંતુ હકીકતે ખેડૂતોને આપવામાં આવતો વીજ પુરવઠો ઘટાડી દેવામાં આવ્યો છે.હાલમાં એક કલાકથી લઈ ચાર કલાકનું લોર્ડ સેટીંગના બહાના આપવામાં આવી રહ્યા છે. જેતપુર પંથકના લગભગ તમામ ગામોમાં ખેડૂતોમાં વિરોધનો વટોળ જોવા મળી રહ્યો છે. જેતપુર ગ્રામ્ય પંથકના જૂની સાંકળી ગામ સહીતના તમામ ગામોમાં લોર્ડ સેટિંગના બહાના હેઠળ આપવામાં આવતો વીજ પુરવઠાને લઈને ખેડૂતોમાં રોષ ભભૂકતો જોવા મળ્યો છે. ખેડૂતો દ્વારા લોર્ડ સેટીંગ કે સરકાર નું સેટિંગના નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો સાથોસાથ વારંવાર પૂછાતા વીજ પુરવઠાના કારણે ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા હોય જેથી સરકાર તેમજ પીજીવીસીએલના સત્તાધીશોને સદબુદ્ધિ માટે વીજ કંપનીનાં થાંભલા ની પૂજા પણ કરવામાં  આવી હતી.
ખેડૂતોએ અનેક વખત જેતપુર ફીડરમાં અધિકારીને વીજળી બાબતે રજૂઆતો કરી છે, પરંતુ આજદિન સુધી ખેડૂતોને પૂરતી વીજળી આપવા માટેનું કોઈ નિવારણ આવી શક્યું નથી. હાલ ખેડૂતોને પિયત માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત ઉભી થતી હોય છે. પરંતુ ગામમાં અનેક વખત ખેતીવાડીની લાઈટ દિવસમાં બે-ત્રણ વાર જતી રહેતી હોય છે તો કેટલીક વાર તો બે ત્રણ દિવસ સુધી વીજ પુરવઠો જ બંધ રહેતો હોય છે, જેના કારણે ખેડૂતો ત્રસ્ત છે
દિવસ આખો ખેતરમાં મહેનત કરીને પાક ઉગાડતા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ આવતી હોય છે, પરંતુ એ બધી મુશ્કેલીઓ સામે જંગ જીતીને તેઓ પાક લણી લેતા હોય છે. પરંતુ આ વીજ કંપનીઓની આડોડાઈથી પરેશાન ખેડૂતો માટે હવે સરકાર જ એક આશાનું કિરણ છે.
ખેડૂતના જણાવ્યા અનુસાર પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો આપવામાં આવે છે પરંતુ લોર્ડ સેટિંગ ના નામે હેરાન કરવામાં આવે છે પાણી હોવા છતાં ઉનાળુ વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે વીજ પુરવઠો વારંવાર ગુલ થતો હોવાથી ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે.
જૂની સાંકળી ગામના ખેડૂતના કહેવા પ્રમાણે પીજીવીસીએલ દ્વારા પાવરની ઘટમાં લોર્ડ સેટિંગના નામે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ત્યારે વીજ પુરવઠો આપી શકાતો નથી તે વાત હજુ સરકાર સ્વીકારતી નથી. પરંતુ હજુ તો માત્ર થોડા ખેડૂતોજ વીજળીનો ઉપયોગ કરે છે થોડા સમય બાદ ઉનાળુ વાવેતરની શરૂઆત થઈ રહી છે જેમાં એકીસાથે ખેડૂતો વીજ પુરવઠો વાપરશે ત્યારે ગંભીર સમસ્યા છે.જેથી સરકાર તાત્કાલિક યોગ્ય રસ્તો કરે નહીં તો ખેડૂતો પાસે હેરાન થવા સિવાય કોઈ રસ્તો નથી.છેલ્લા આ દોઢેક મહિનાથી સમસ્યા થઈ રહી છે દિવસે ખેડૂતોને આઠ કલાકમાં જેટલો પાવર ઘટ રહે છે તે પાવર તેને ગમે તે સમયે આપી દેવામાં આવી રહ્યો છે. ખેડૂતોને પૂરતી વીજળી  ન મળવાથી ખેડૂતો  પરેશાન થઈ રહ્યા છે.ખેડૂતોને માત્ર ત્રણ-ચાર કલાક જ વીજળી મળી રહી હોવાથી ખેડૂતોના વાવેલા પાક પર નુકશાનીના વાદળો મંડાયા છે. ખેડૂતો માટે કુદરત રુઠે તો સરકાર સહાય કરે, પરંતુ સરકારી તંત્ર અને વીજકંપનીઓને કારણે જ જ્યારે વેઠવાનું આવે તો કોને કહેવું ? આ સમસ્યાનું ટૂંક સમયમાં નિવારણ થાય તેવી માંગ કરી
જેતપુર પથકના આગેવાન દ્વારા ખેડૂતો માટે વેદના વ્યક્ત કરવામાં આવી હતી કે પીજીવીસીએલ દ્વારા લોર્ડ સેટિંગના નામે વીજ પુરવઠો ઘટાડી દેવામાં આવ્યો છે.ખેડૂતો વીજ કચેરીએ ફોન કરે તો લાઈન ફોલ્ટમાં હોવાના ખોટા બહાના બતાડવામાં આવી રહ્યા છે જેના કારણે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા લોર્ડ સેટિંગના નામે ખેડૂતોને પરેશાની ભોગવી રહ્યા છે જેતપુર પંથકમાં લગભગ તમામ ગામોના ખેડૂતોને આ બાબતે પરેશાનીઓ ભોગવી રહ્યા છે.વીજ પુરવઠાની ઘટ હોવાનું સ્વીકાર કરવામાં નથી આવતો. પરંતુ હકીકતે ખેડૂતોને આપવામાં આવતો વીજ પુરવઠો ઘટાડી દેવામાં આવ્યો છે.હાલમાં એક કલાકથી લઈ ચાર કલાકનું લોડ સેટિંગ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો વીજ કચેરીએ ફોન કરે તો લાઇન ફોલ્ટમાં હોવાના ખોટા બહાના બતાડવામાં આવી રહ્યા છે સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે વીજ પુરવઠાના લોર્ડ સેટિંગના બહાને ખેતવાડી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પુરો આવતો વીજ પુરવઠો ખાનગી કંપનીઓને આપી દેશે અને ખેડૂતોને પાયમાલ થઈ તરફ ધકેલી દે છે એવા આક્ષેપ આગેવાન દ્વારા કરવામાં આવ્યા હતા.તેમજ તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યુ નથી અને ખેડૂતોને પડતા પર પાટું સમાન અત્યારે ખૂબજ અનિયમીત અને ઓછો વિજ પુરવઠો મળી રહેલ છે.તે બાબત ખેડૂતો માટે આકરી સાબિત થઈ રહેલ છે.અત્યારે સરસ મજાનો પાક લહેરાઈ રહયો છે.ત્યારે અનિયમીત વિજળી ના કારણે ખેડૂતોનું એક માત્ર આવકનું સાધન ખેતી પોતાની નજર સમક્ષ સુકાઈ રહી છે. તે વેદના કેટલી અસહ્ય હોઈ શકે તે નજર સમક્ષ જોતાં જ હૃદયને હચમચાવી મુકે છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220316-192740__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *