પી.એમ-કિસાન યોજનામાં લાભાર્થી ખેડૂતોને યોજનાનો લાભ સરળ રીતે આપી શકાય તે માટે તમામ લાભાર્થીઓનું “આધાર e-KYC” અને “આધાર સીડીંગ”ફરજીયાત કરાવવાનું થાય છે. આ માટે OTP મોડ દ્વારા પી.એમ-કિસાન પોર્ટલ પર https://pmkisan.gov.in/aadharekyc.aspxલીંક મારફત અથવા પી.એમ-કિસાન એપ પરથી લાભાર્થીઓ દ્વારા “આધાર e-KYC” કરી શકાશે અથવા બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વીસ સેન્ટર(CSC)માં જઇ “આધાર e-KYC” કરાવી શકાશે.
પી.એમ-કિસાન પોર્ટલ પર “આધાર e-KYC” કરવા માટે https://pmkisan.gov.inપોર્ટલ પર farmer cornerમાં આપેલ ઓપ્શન “e-KYC” પર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી Get Mobile OTP પર ક્લીક કરી ત્યારબાદ Mobile OTP દાખલ કરી Get Aadhar OTP પર ક્લીક કરવું,જેથી આધાર કાર્ડ સાથે જે મોબાઇલ લિંક હશે તે નંબર પર Aadhar OTP આવશે. Aadhar Registered Mobile OTP દાખલ કરી “subnit for Auth” બટન પર ક્લીક કરતાં “e-KYC is successfully submitted” ડીસ્પ્લે થાય ત્યારે પ્રોસેસ પુર્ણ થશે.
આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડુતોના બેંક એકાઉન્ટ આધાર સાથે સીડીંગ કરવામાં આવેલ ન હોય તે તમામ લાભાર્થી ખેડુતોએ પોતાની લગત બેંકની શાખામાં જઇને આધાર સીડીંગ કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
