Gujarat

પુરપાટ આવતી ભાવનગરની એસટી બસ ડબરા પુલ પર લટકી

અમરેલી
અમરેલી જિલ્લામાં ભુરખિયાથી ભાવનગર રૂટની એસ.ટી.બસને અકસ્માત નડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટચકી હતી. અહીં લાઠી તાલુકામાં આવેલ દામનગર નજીક ઠાસા અને મૂળિયાપાટ વચ્ચે ડબરા નામનો પુલ ઉપર પુરપાટ સ્પીડે એસ.ટી.બસ જઈ રહી હતી તે દરમ્યાન અચાનક પશુઓ આવી ચડતા તે પશુને બચાવવા એસ.ટી.બસ ચાલક દ્વારા અચાનક બ્રેક મારતા સ્ટેરીંગ લોક થયા બાદ પુલ ઉપર બસ ચડી જતા બસમાં સવાર મુસાફરોમાં જીવ અધ્ધર થઈ ગયા હતા. એસ.ટી.બસના અકસ્માતમાં પુલ ઉપર લટકી રહી હતી જેના કારણે મુસાફરોનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ સ્થાનીક ગ્રામજનોને થતા ગામના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા અને અહીં મદદમાં થોડીવાર માટે જાેડાયા હતા ત્યારબાદ એસ.ટી.વિભાગ દ્વારા અહીં ક્રેન બોલાવી બસ હટાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતમાં સદનસીબે આ એસ.ટી.બસ પુલ ઉપર લટકી જતા મોટી દુર્ઘટના અટકી હતી. ઉપરાંત ભાવનગર તરફ જતી એસ.ટી.બસમાં સવાર મુસાફરો પણ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો. અન્ય બસ માટેની વ્યવસ્થા કરવાના કારણે ઘણો મોડો ટાઈમ થવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા.

File-02-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *