Gujarat

પેટલાદમાં પ્રેમલગ્ન કરનાર દંપતિ નજીવી બાબતે ઝઘડ્યા અને ફરિયાદ નોંધાવી

આણંદ
પેટલાદ શહેરના મહાદેવ ફળીયામાં રહેતા યુવકે શહેરની યુવતી સાથે ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પરિવારની મરજીથી પ્રેમલગ્ન કર્યાં હતાં. યુવક ગામમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. સુખરૂપ રીચે ચાલતા આ પ્રેમલગ્નમાં સામાન્ય બાબતે ખટરાગ ઉભી થઇ હતી. તેમાંય ૨જી જૂલાઇના રોજ સાંજના પતિએ પોતાના શેઠની પત્નીને ડિલિવરી આવવાની હોઈ ત્યાં ઘોડિયું આપવા માટે ઘરે લઈ આવ્યો હતો. જે દરમિયાન પત્નીએ કહ્યું, ‘તમે તેઓને પૂછીને જ ઘોડિયું ભેટ આપજાે’ એટલું કહેતા જ ઘોડીયા બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિ અપશબ્દ બોલી ગડદાપાટુનો મારમારી પત્નીના ગળા, ગાલ ઉપર નખ માર્યાં હતાં. આ ઉપરાંત કપાળ અને નાક પર મુક્કામારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ હુમલાથી હતપ્રભ પરિણીતા પિયર જતી રહી હતી. જ્યાં તેણે પતિ ઉપરાંત સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પેટલાદ શહેરના મહાદેવ ફળીયામાં રહેતા શખ્સે તેના શેઠને ત્યાં ઘોડિયું ભેટ આપવા જેવી નજીવી બાબતે પત્નીને મારમારી ગળે નખોરિયા ભરી લીધાં હતાં. આથી, પરિણીતા પિયર જતી રહી હતી અને પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *