સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
બાળકોની કલા અને કૌશલ્ય વિકસાવવા માટે રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધાઓ બાળકોને ખૂબ ઉત્તમ એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સ્પર્ધામાં નેશનલ લેવલે વિજેતા થયેલ બાળકો હવે ઇન્ટરનેશનલ લેવલે ભાગ લેશે. અત્રેની પે.સેન્ટર શાળા નંબર એકના કુલ ૧૧ વિદ્યાર્થીઓ હવે ઇન્ટરનેશનલ લેવલે ભાગ લેશે. પે સેન્ટર શાળા નંબર ૧ સાવરકુંડલાના રંગોત્સવ સેલિબ્રેશનના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર શ્રી શિલ્પાબેન મહેશભાઈ દેસાઈ તથા સહાયક કો ઓર્ડીનેટર શ્રી અલ્પેશભાઈ સીતાપરાના અથાક પ્રયત્નોથી શાળાના તથા સમાજના બીજા બાળકોને પણ આ સ્પર્ધાનો લાભ મળે છે. બાળકોના વિકાસ માટે તેઓ સતત તત્પર રહે છે. ઇન્ટરનેશનલ લેવલે નીચેના વિદ્યાર્થીઓ ભાગ લેશે. ૧.રાવળ વિષ્ણુવૃત યોગેશભાઈ K. G. ૨. સીતાપરા ધ્યાનવી અલ્પેશભાઈ ધો.૨. ૩.બગડા રુદ્ર જીતુભાઈ ધો.૩
૪. ટાંક માધવ હરેશભાઈ ધો.૪
૫. સોલંકી વિરંજીઓમ રામભાઈ ધો.૫
૬. કડેવાળ ગૌતમ સનિભાઈ ધો. ૫
૭. બગડા નમન જીતુભાઈ ધો.૬ ૮.ગોલીતર વિક્રમ ગણપતભાઈ ધો.૭. ૯.વરુ ઉમેશ મોતીભાઈ ધો.૭ ૧૦.સુહાગીયાદીપ આશિષભાઈ ધો.૮
૧૧.મકવાણા ધ્રુવી કેતનભાઇ ધો.૧૨ ઉપરોક્ત તમામ બાળકોને રંગોત્સવ સેલિબ્રેશન ઇન્ટરનેશનલ કક્ષા માટે પ્રોજેક્ટ કોઓર્ડીનેટરશ્રી શિલ્પાબેન દેસાઈ, સહાયક કોઓર્ડીનેટરશ્રી અલ્પેશભાઈ સીતાપરા, શાળાના આચાર્યશ્રી મહેશભાઈ જાદવ તથા સમગ્ર સ્ટાફગણ તથા શાળા પરિવાર ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે. તમામ ભાગ લેનારાઓ ઇન્ટરનેશનલ લેવલે પણ ખૂબ જ સારું પ્રદર્શન કરે તેમજ વિજેતા થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી


