Gujarat

પોતાના પડતર પ્રશ્નો ને લઈને ચોટીલા સહિત તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.

ચોટીલા.વિક્રમસિંહ જાડેજા..
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કચેરી ઓના  કર્મચારીઓ એક પછી એક આંદોલન ઉપર ઉતરી રહ્યા છે ત્યારે ચોટીલા સહીત તાલુકાની સસ્તા અનાજના દુકાનદારો દ્વારા મામલતદાર પાવીજેતપુર ને આવેદનપત્ર આપીને તા.2.10.2022 ના રોજથી જાહેર વિતરણ વ્યવસ્થા બંધ રાખી ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ સોપ એસોસિએશન ને ટેકો જાહેર કરેલ છે.
આવેદનપત્ર મુજબ મળેલ  માહિતી અનુસાર ગુજરાત રાજ્યના પંડિત દિન દયાળ ભંડારની દુકાનદાર સંગઠન  દ્વારા છેલ્લા અઢી વર્ષથી સરકાર શ્રી દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલન આવતા ગુજરાત રાજ્યના તમામ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે  તેઓ જણાવ્યુ હતું કે અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તા.2.10.2022 થી જાહેર વિતરણ વ્યવસ્થા ખોરંભે પડે તેની તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.આગામી સમય માં જોવાનું માત્ર એ રહ્યું કે આગામી તહેવારોમાં સરકાર શ્રી દ્વારા તેઓની માગણી સ્વીકારવામાં આવે છે કે પછી આગામી તહેવારોમાં જનતા ને તકલીફ પડે એવા ભણકાર સંભળાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *