Gujarat

પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી ના અધ્યક્ષસ્થાને બાબરા ખાતે અષાઢીબીજની શોભાયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ

જલારામ મંદિર, બાબરા ખાતે તા.૩૦/૦૬/૨૦૨૨ ના રોજ બાબરા તાલુકાના વિવિધ સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, બાબરા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, પ્રેસ મિડિયાના પ્રતિનિધિઓ, વકીલ મંડળના સભ્યોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠકનુ આયોજન થયેલ.
પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓ દ્વારા હાજર આગેવાનો તથા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરીને ભારતની “વિવિધતામાં એકતા ” ના ઇતિહાસ બાબતે વાકેફ કર્યા તથા એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણથી ફાયદા અને જરૂરીયાત બાબતે હાજર આગેવાનોને સમજ કરી હતી. પોલીસ અધિક્ષકશ્રી નાઓએ અષાઢીબીજ નિમિત્તે નીકળનારી વેલનાથબાપુની શોભાયાત્રા તથા ત્યારબાદના તહેવારોને દરેક વર્ગ-ધર્મના નાગરિકો સામેલ થઇને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારો ઉજવે તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત પોલીસ અધિક્ષકશ્રીનાઓએ સાઇબર ક્રાઇમ બાબતે તમામને માહિતગાર કરીને તેનાથી સુરક્ષિત રહેવાના ઉપાયો બાબતે વાકેફ કર્યા હતા.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *