પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) દ્વારા રાજ્યભરમાં મહિલાઓને કાઉન્સેલિંગ દ્વારા સલાહ, સૂચન અને માર્ગદર્શ આપવાનું કાર્ય કરે છે. જેમાં અનેક વખત મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા કેટલાક ઘર તૂટતા તેમજ પરિવાર વિખેરાતા પણ બચાવ્યા છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લાના એક ગામનો સામે આવ્યો છે. જેમાં માતા-પિતા ડિવોર્સના થઈ જતા દીકરીઓની જવાબદરી પિતા પાસે હતી આ બંને દીકરીઓને પિતા સારીરીતે જ રાખતા તેમને સારું શિક્ષણ અપાવ્યું પરંતુ પિતાની ફરજ હોય કે અમુક ઉંમરની દીકરી થાય એટલે એમને સલાહ સુચન આપે અને આ બન્ને દીકરીઓને પણ તેના પિતા દ્વારા કોઈ નાની બાબતે રોકટોક થતી તે આ દીકરીઓને ગમતું નહીં પિતા તેના સારા ભવિષ્ય માટે સલાહ આપે એ સારું લાગે નહીં જેથી બન્ને દીકરીઓ ને એ ત્રાસ લાગતો અને આ દીકરીઓ નારાજ થઈ તેમની માતા ના ઘરે આવી ગઈ અહીં માતાના બીજા લગ્ન થઈ ગયેલા છતાં તેમણે બંને દીકરીઓને રડતી જોઈ એટલે થોડો ટાઈમ સાથે રાખી પરંતુ તે વધારે સમય તેને રાખી ન સકતા આ દીકરીઓ ને પિતા પાસે જવા કહ્યું તો આ દીકરીઓ એ એવો નિર્ણય જાતે લઇ લીધો કે તે પિતા પાસે જશે નહીં અને પોતાની રીતે સ્વતંત્ર રહેશે પણ માતાને દીકરીઓની ફિકર હતી એટલે તે મહિલા સહાયતા કેન્દ્રમાં પોતાની દીકરીઓને લઈને આવ્યા તેણે વિગતવાર જણાવ્યું કે આ દીકરીઓ એકલી રહેવા માંગે છે જે યોગ્ય નથી આ વિગત સાંભળી.આ બંને દિકરીઓ રસ્તો ભટકી ન જાય અને પોતાના પિતા સાથે જતી રહે માટે કાઉન્સેલર પારુલબેન મહિડા દ્વારા સમજાવવામાં આવેલ જેમાં એક સગીરવયની હોય અને બીજી દીકરી 20 વર્ષ બંને દિકરીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું સારું નરસું સમજાવ્યું અને તે ખોટા રસ્તે જય રહી છે તે અંગે આજની બનતી ગંભીર ઘટનાઓ અંગે વાકેફ કરેલ બંનેના પિતાને પણ બોલાવવામાં આવ્યા અને મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી સોની સાહેબની મદદ લઇ સાહેબના સલાહ સુચન અને માર્ગદર્શન થી આ બન્ને દીકરીઓ તેના પિતા સાથે જાવા રાજી થયેલ પિતા ને પણ સમજાવ્યા કે દીકરીઓને પ્રેમથી સમજાવવાની હોય જેમ એમને દબાણમાં રાખો એમ એ વધારે બગડી શકે આમ એક રસ્તો ભટકી ગયેલ દીકરીઓને સાચી સમજ આપી અને તેના પિતા સાથે સુખદ સમાધાન કરવી અમરેલી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)ના કાઉન્સેલર પારુલબેન મહિડા અને મહિલા પોલીસ સ્ટેશનના પી. આઈ.સાહેબ શ્રી સોની સાહેબ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી. ઈમાનદારીનું એક ઉમદા ઉદાહરણ પુરી પાડવામાં આવેલ છે.
આ સાથે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)ના કાઉન્સેલરે એક સંદેશ પણ આજની દીકરીઓને આપેલ છે કે,કોઈ પણ પરિસ્થિતિમાં એવો કોઈ નિર્ણય ના લેવો કે તમે સમાજ અને પરિવારથી વિખુટા પડી જાઓ અને આ સોશ્યલ મીડિયાની આભાસી દુનિયામાં ખોવાય તમે તમારી જિંદગી બગાડી નાખો એ યોગ્ય નથી. દીકરીઓને મહિલાઓને જ્યાં પણ મદદની જરૂર લાગે ત્યારે મહિલાઓની મદદ માટે બનેલા રાજ્ય સરકારના માળખાઓ જેવાકે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર,)જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,સખી વન સ્ટોપ સેન્ટર,181 અભ્યામ કે મહિલા પોલીસ સ્ટેશનમાં મદદ મેળવી શકાય છે…
પારુલબેન મહિડા નો મોબાઈલ નંબર 9727970177 જ્યાં જરૂર જણાય ત્યાં કોન્ટેક કરી શકાશે…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


