જે.એમ.દવે સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નોકરી અમરેલી જીલ્લા ટ્રાફીક શાખા અમરેલીમાં ફરીયાદ હકીકત એવી છે. ASI શૈલેશભાઇ દામોદરભાઇ અમરેલીયા તથા ASI બીપીનભાઇ અમૃતલાલ ભટ્ટ એ અમરેલી ટાઉન માં કલાક ૯ વાગે ટ્રાફિક કામગીરીમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ૯:૩૦ કલાકે અમરેલીના હરી રામબાપા ચોક નાના બસ સ્ટેન્ડ ચોક પાસે આવતા એક અશોક લેલન ટ્રક અમરેલી લાઠી રોડ ઉપર બાયપાસથી અમરેલી ટાઉન માં પ્રવેશ કરેલ હોય જેથી ટ્રાફિક પોલીસ ની ટીમ દ્વારા આ અશોકલેલન ટ્રક ને ઉભુ રખાવેલ અને અશોકલેલન ટ્રક ના ડ્રાઇવર ને અમરેલી શહેરમાં ભારેથી અતિભારે વાહનો અંગે પ્રવેશબંધી કાયમી માટે 2019થી જ જાહેરનામુ હોવા છતા પોતાનું ટ્રક અમરેલી શહેરમાં પ્રવેશ કેમ કરેલ તે બાબતે પુછતા લાઠી રોડ બાયપાસથી અમરેલી ટાઉન શહેરમા પ્રવેશ કરી ધારી તરફ જવાનું જણાવેલ અને અમરેલી શહેરમાં પ્રવેશવા અંગે કોઇ પાસ પરમિટ માંગતા નહી હોવાનું જણાવેલ જેથી તુરત બે રાહદારી પંચો બોલાવી ઓસ્માણખા રહેમતખા પઠાણ રહે. અમરેલી મોટા કસ્બાવાડ વિસ્તારમાંથી બોલાવી પંચો ની હાજરીમાં અશોકલેલન ટ્રક ના ડ્રાઇવર નું નામ પુછતા પોતાનું નામ વિજયભાઇ બટુકભાઇ મકવાણા ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવિંગ રહે. બરવાળા મુખ્યકુમાર શાળા પાસે તા.બરવાળા જી. બોટાદ વાળો હોવાનું જણાવેલ મજકુર ડ્રાઇવર પાસે પોતાના હવાલા વાળુ અશોકલેલન ટ્રક રજી. નંબર. GJ 01 BY 6354 છે, અને સદર ટ્રક જનતા ટ્રાન્સપોર્ટ લખેલ છે. ત્યારે અશોક લેલન્ડ ટ્રક નંબર GJ 01 BY 6354 ના ડ્રાઇવરે જાહેરનામાનો ભંગ કરેલ હોય, ધોરણસર કાર્યવાહી કરી અટક કરેલ છે. અને ટ્રકમાં માલ ભરેલ હોય જે તે સ્થિતીમાં અશોક લેલન્ડ ટ્રક નં GJ 01 BY 6354 માલીક ને પરત કરેલ છે. અને ટ્રકના ચાલક વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી અટક કરેલ છે.ટ્રક ના ડ્રાઇવર સામે આઇ.પી.સી.કલમ ૧૮૮ તથા જી.પી.એકટ કલમ ૧૩૧ (૪) મુજબ ધોરણસર થવા મારી ફરીયાદ નોંધાવી હતી…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


